ગોંડલનો ગેંગસ્ટર નિખિલ દોંગા સહિત ૧૩ સાગરિતોને શોધવા પોલીસ તત્પર: ૬૪.૫૦ લાખની મિલ્કત કરી સિલ

૧૪ જેટલા ગુનામાં ફરાર ગોંડલનો ગેંગસ્ટર નિખિલ દોંગા સહિત તેના ૧૩ સાગરિતોને શોધવા પોલીસ તત્પર થઈ છે. પોલીસે ગોંડલ શહેરમાં આવેલી ૬૪ લાખની મિલ્કત પણ સિલ કરી નાખી છે. ગોંડલ જેલમાં રહી કુખ્યાત નિખીલ દોંગાએ ૧૩ જેટલા સાગરિતોની મદદથી હત્યા, હત્યાની કોશિષ અને મિલકત પડાવી લેવા અંગેના ૧૩૫ જેટલા ગુના આચર્યા હોવાથી પોલીસે ઓર્ગેનાઇજ ક્રાઇમ અટકાવવા નિખિલ દોંગાની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી એક સાગરિતની રૂા.૬૪.૫૦ લાખની મિલકત સિલ કરી લીધા છે. અનેક ગંભીર ગુનામાં ગોંડલ જેલમાં રહેતા નિખિલ દોંગાએ જેલમાં મહેફીલ કરી હોવાની યોજી હોવાથી ગોંડલ જેલમાં સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. હત્યા, હત્યાની કોશિષ અને મિલકત પડાવી લેવા અંગેના ૧૪ જેટલા ગુનામાં રહેલા નિખિલ દોંગા સહિત ૧૩ સખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી નિખિલ દોંગાને ભુજ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. તે દરમિયાન તે પોલીસને ચકનો દઇ ભાગી જતા પોલીસે તેનો પિછો કરી ઉતરા ખંડથી ઝડપી લીધો હતો. નિખિલ દોંગા ગેંગના સાગરિત પિયુશ કોટડીયાની રૂા.૬૪.૫૦ લાખની ગોંડલ અને શાપર ખાતેની મિલકત ટાંચમાં લીધા બાદ નિખિલ દોંગા પર ભીસ વધારવા પોલીસે વધુ એક સાગરિતનું જેસીબી ટાંચમાં લીધું છે. નિખિલ દોંગા ગેંગમાં ફફડાટ મચી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.