ગોંડલના રામોદમાં દલિત યુવતી સાથે ચાલુ કારમાં તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી સહિત ત્રણ શખ્સોએ ગુજાર્યો બળાત્કાર
રિવોલ્વર બતાવી યુવતીને ચૂપ રહેવા ધમકી પણ આપી કોટડા સાંગાણીમાં નોંધાયેલી ફરિયાદ પીડિતા ગોંડલમાં સારવાર હેઠળ
રાજયના શાસક ભાજપ માટે શર્મનાક એવી જધન્ય ઘટનામાં ભાજપમાં એક નેતા સહિત 3 શખ્સો સામે ગેંગરેપની ફરિયાદ નોંધાઇ છે. દિલ્હીની નિર્ભયા-કાંડની યાદ અપાવતા અપરાધમાં કોટડા સાંગાણી તાલુકા ભાજપના મહામંત્રી સહિત ત્રણ આરોપીઓએ ચાલુ કારે રિવોલ્વરની અણીએ ધમકી આપી વારાફરતી બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે.
ઉપલબ્ધ વિગતો મુજબ, ગોંડલના રામોદ ગામે ભાજપ નેતા સહિત ત્રણ શખ્સોએ યુવતી ઉપર ગેંગરેપ કર્યાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રામોદની દલિત યુવતીએ બળજબરી કારમાં ઉઠાવી જઇ ચાલુ કારમાં જ તાલુકા ભાજપ મહામંત્રી જ તાલુકા ભાજપ મહામંત્રી સહિત ત્રણેય નરાધમોએ યુવતી ઉપર સામુહીક બળાત્કાર ગુજારી રિવોલ્વર બતાવી યુવતીને ચૂપ રહેવા તેના ભાઇને મારી નાંખવાની ધમકી આપી હતી બળાત્કાર પીડીતા યુવતીને સારવાર માટે ગોંડલ, સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. ચકચારી ગેંગરેપનસ ઘટના અંગે કોટડા સાંગાણી પોલીસે ત્રણેય નરાધમો વિરૂધ્ધ ગેંગરેપ, અપહરણ, એટ્રીસીટી, આર્મ્સ એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભાજપ નેતાના ગેંગરેપની સંગઠનમાં પણ ચકચાર મચી જવા પામી છે.
ચકચારી ઘટનાની મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાના રામોદ ગામે રહેતી 19 વર્ષીય દલિત યુવતી ગઇ કાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં પોતાના ઘરે એકાતી હતી ત્યારે કોટડા સાંગાણી તાલુકા ભાજપ મહામંત્રી અમિત જેન્તી પડાળીયા અને તેની સાથે શાંતી ગોંવિદ પડાળીયા અને વિપુલ ભાયલાભાઇ શેખડા ત્રણેય શખ્સો સફેદ કલરની કારમાં ઘસી આવ્યા હતા અને અમીત પડાલીયાએ યુવતીનો હાથ પકડી જબરદસ્તથી તેને કારમાં ઉઠાવી જઇ અપહરણ કરી અજ્ઞાત સ્થળે લઇ જગ્યા હતા. અને ચાલુ કારમાં જ તાલુકા ભાજપ મહામંત્રી અમિત પડાળીયા સહિત ત્રણેય નરાધમોને યુવતી ઉપર સામુહીક દુષ્કર્મ કરી યુવતીને પીખી નાંખી હતી. અને આરોપી અમીત પડાળીયાએ યુવતીને રિવોલ્વર દેખાડી કોઇને વાત કરશે તો તારા ભાઇને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી યુવતીને તેના ઘર પાસે કારમાંથી ઉતારી લઇ નાશી ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.