ગોંડલમાં વિકૃત માનસિકતા ધરાવતા શખ્સનો હાહાકાર: બાઈક પર સવારે મહિલાને છાતીના ભાગે જોરથી ધબ્બો માર્યો

મહિલા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક સવાર એક શખ્સ છાતી પર જોરથી ધબ્બો મારી ભાગી ગયો. ધબ્બો લાગતાં મહિલાને તમ્મર ચડી ગઈ

News Detail

ગોંડલમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. ગોંડલમાં ગેંગ સક્રિય થઈ છે જે મહિલાને ધબ્બો મારી ભાગી જાય છે. તેવો જ એક બનાવ ગોંડલની એક મહિલા સાથે બન્યો છે. મહિલા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક સવાર એક શખ્સ છાતી પર જોરથી ધબ્બો મારી ભાગી ગયો. ધબ્બો લાગતાં મહિલાને તમ્મર ચડી ગઈ હતી. કોઈ મનોવિકૃત શખ્સ દ્વારા મહીલાઓ ને નિશાન બનાવી રંજાડ કરાતી હોવા ની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. બનાવ ના પગલે આ વિસ્તાર મા દહેશત ફેલાઇ છે.સ્ટેશનપ્લોટ ના ભગવત સાધના સંઘ ઉપરાંત ડો.અંબાણી હોસ્પિટલ રોડ પર આવી ઘટનાઓ બની રહીછે.ઉપરાંત રણછોડનગર રોડ તથા રામ હોસ્પિટલ નજીક પણ આવી ઘટનાઓ બન્યા નુ બહાર આવ્યુ છે. વિકૃત માનસ ધરાવતો શખ્સ મોડી સાંજ ના સમયે જ ઓછી અવરજવર વાળી ગલી કે રોડ પર જઈ રહેલી મહીલા ને નિશાન બનાવે છે.ફુલસ્પિડ મા બાઇક પર ઘસી આવી મહીલાઓ ને ધબ્બો મારી પલવાર માં નાશી છુટે છે.સ્ટેશનપ્લોટ માં ચાર વર્ષ પુર્વે પણ આવી ઘટનાઓ બની હતી.અચાનક હુમલા થી મહીલા અવાચક બની જતી હોય આ શખ્સ નો ચહેરો જોવા મળતો નથી.અલબત્તની ઘટના રોડ પર ના સીસીટીવી કેમેરા માં કેદ થઈ હોવા નુ ભોગ બનનારા મહીલાએ જણાવ્યું હતુ. આવા બનાવ અંગે પત્રકાર સંઘ ને તુરંત જાણ કરવા યાદી મા જણાવાયુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.