અચ્છે દિન આવ્યા? એક સમયે દેશની મોટી ગણાતી કંપની થઈ ગઈ હતી બંધ, ફરીથી થશે શરૂ

જેટ એરવેઝ વર્ષ ૨૦૨૨નાં પ્રથમ ત્રિમાસિકથી તેની ડોમેસ્ટિક ફલાઈટ્સ શરૂ કરશે. Jalan Kalrock Consrtiumએ આજે આ માહિતી આપી છે. કેપ્ટન સુધીર ગૌર જેટ એરવેઝનાં એક્ટિંગ CEO રહેશે.

વર્ષ 2019માં થઈ હતી એરલાઈન બંધ..

જેટ એરવેઝ પૂર્ણ ત્રણ વર્ષ પછી પોતાની સેવાઓ ફરી શરૂ કરવા જઈ રહી છે. એરલાઈન એપ્રિલ ૨૦૧૯ માં બંધ થઈ ગઈ હતી. એરલાઇનને ફરી શરૂ કરવા માટે Consortiumએ Kalrock Capita અને Murari Lal Jalan સંગઠની ઓક્ટોબર ૨૦૨૦  માં બોલી જીતી હતી.૨૨  જૂનના રોજ, નેશનલ કંપનીઝ લો ટ્રિબ્યુનલ દ્વારા Kalrock-Jalanના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપવામાં આવી હતી. NCLTની મુંબઈ બેન્ચે ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન અને ઉડ્ડયન મંત્રાલયને જેટ એરવેઝને સ્લોટ ફાળવવા માટે જૂન ૨૦૨૨ થી ૯૦ દિવસનો સમય આપ્યો છે.

જેટ એરવેઝમાં શરૂ થાય છે સ્ટાફ ભરતી.. 

કેપ્ટન ગૌરે કહ્યું કે જેટ એરવેઝ પહેલાથી જ ૧૫૦ થી વધુ ફુલ ટાઈમ કર્મચારીઓની ભરતી કરી ચૂકી છે. નાણાકીય વર્ષ ૨૦૨૨  સુધીમાં તમામ કેટેગરીમાં ૧૦૦૦ થી વધુ કર્મચારીઓની ભરતી શરૂ કરવામાં આવશે. વર્ષ ૨૦૨૨ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ડોમેસ્ટિક ફ્લાઇટ્સ બાદ જેટ એરવેઝ ૨.૦ , વર્ષ ૨૦૨૨ ના ત્રીજા અને ચોથા ત્રિમાસિકથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ કરવાનું લક્ષ્ય ધરાવે છે. જેટ એરવેઝ વર્ષ ૨૦૨૨ ના પ્રથમ ત્રિમાસિકમાં નવી દિલ્હીથી મુંબઈની પ્રથમ ફ્લાઇટ શરૂ કરશે, એરલાઇન ૩ વર્ષમાં ૫ થી વધુ એરક્રાફ્ટ અને ૫  વર્ષમાં ૧૦૦  થી વધુ એરક્રાફ્ટ કરવાનું લક્ષ્ય ધરાવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.