કેન્દ્ર સરકાર દ્વારા ગુરુવારે પ્રથમ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ (જીજીઆઇ) જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સમાં 10 મોટા રાજ્યોમાં ગુજરાતને છઠ્ઠો રેન્ક પ્રાપ્ત થયો છે. ગુજરાત છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે. જ્યારે ખેડૂતોના પ્રશ્ને ગુજરાત દેશમાં છેક 11મા સ્થાને ખસકી ગયું છે. આરોગ્યની બાબતમાં ગુજરાતથી 10 રાજ્યો આગળ નીકળી ગયા છે. ગુજરાતમાં પર્યાવરણ અને સામાજિક વિકાસની વાત કરીએ તો ગુજરાતનો દેખાવ કંગાળ રહ્યો છે.
કેન્દ્ર સરકારના ગુડ ગવર્નન્સના ઑવરઓલ રેન્કિગમાં ટોચના ક્રમે તામિલનાડુએ બાજી મારી છે, જ્યારે GGIમાં મહારાષ્ટ્ર બીજા ક્રમે અને કર્ણાટક ત્રીજા ક્રમે છે. જ્યારે કેન્દ્રશાસિત રાજ્યોમાં પોંડિચેરી ટોચના ક્રમે છે. ઉત્તર-પૂર્વ અને પર્વતીય રાજ્યોમાં હિમાચલ પ્રદેશ ટોચના ક્રમે છે.
કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્ય, પર્યાવરણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત કુલ 10 વિવિધ શ્રેણીમાંથી 9 શ્રેણીમાં રેન્કિગ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 9માંથી પાંચ શ્રેણીમાં ગુજરાત ટોપ-10માંથી બહાર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક સુવિધાની શ્રેણીમાં તમિલનાડુ પછી ગુજરાત બીજા ક્રમે છે. પણ કૃષિ, આરોગ્ય, ન્યાયિક અને જાહેર સલામતી તથા પર્યાવરણમાં ગુજરાત 11મા ક્રમે તો સોશિયલ વેલફેરમાં ગુજરાત 12મા ક્રમે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.