જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે. પીએમ મોદી ટૂંક સમયમાં જ પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો (PM Kisan 12th Installment Released) જારી કરવા જઈ રહ્યા છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ વડા પ્રધાન મોદી 17 અને 18 ઓક્ટોબરના રોજ કૃષિ-સ્ટાર્ટઅપ કોન્ક્લેવ અને કિસાન સંમેલન 2022 દરમિયાનમાં તેની જાહેરાત કરશે. મળતી માહિતી મુજબ આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી કેટલાક ખેડૂતો સાથે વાત પણ કરી શકે છે.
કેન્દ્ર સરકારની સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને અત્યાર સુધીમાં 11 હપ્તા મોકલવામાં આવ્યા છે. આ પહેલા છેલ્લો હપ્તો 31 મેના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. પીએમ કિસાન યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી આ યોજના સરકારની સૌથી મહત્વકાંક્ષી યોજનાઓમાંની એક છે. આ યોજના અંગે પીએમ મોદીએ પોતે અનેક મંચો પરથી ખેડૂતોના હિતની વાત કરી છે.
ક્યારે આવશે 12મ હપ્તાના રૂપિયા ?
પીએમ કિસાનનો આગામી હપ્તો ટૂંક સમયમાં આવી રહ્યો છે. હકીકતમાં આ યોજના હેઠળ ખેડૂતોને વર્ષનો પ્રથમ હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈની વચ્ચે આપવામાં આવે છે, જ્યારે બીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બરની વચ્ચે આપવામાં આવે છે. તે જ સમયે ત્રીજા હપ્તાના રૂપિયા 1 ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવે છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદી 17 અને 18 ઓક્ટોબરના રોજ કૃષિ-સ્ટાર્ટઅપ કોન્ક્લેવ અને કિસાન સંમેલન 2022 દરમિયાન આની જાહેરાત કરશે.
અપડેટ કરાવી લો તમારી અરજી
- પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તમને કોઈ સમસ્યા આવી રહી છે તો ફટાફટ દૂર કરી લો
- તેના માટે તમે હેલ્પ લાઈન નંબર પર કોલ કરી અથવા મેલ આઈડી પર મેલ કરી સમાધાન કરાવી શકો છો
- પીએમ કિસાનની હેલ્પલઈન નંબર – 155261 या 1800115526 (Toll Free) અથવા પછી 011-23381092 પર સંપર્ક કરી શકાય છે
- ઈ મેલ આઈડી (pmkisan-ict@gov.in) પર તમે તમારી ફરિયાદ મેલ પણ કરી શકો છો
- જો તમે અત્યાર સુધી અરજી નથી કરી તો સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in પર જઈ રજીસ્ટ્રેશન કરાવી લો
તમારા હપ્તાના સ્ટેટસ આવી રીતે કરો ચેક
- હપ્તાના સ્ટેટસ ચેક કરવા માટે તમારે પીએમ કિસાનની વેબસાઈટ પર જવું પડશે
- હવે ફાર્મર્સ કોર્નર (Farmers Corner) પર ક્લિક કરો
- હવે બેનિફિશિયરી સ્ટેટસ (Beneficiary Status) ઓપ્શન પર ક્લિક કરો
- હવે તમારી સામે નવો પેજ ખુલશે
- અહીં તમે તમારો આધાર નંબર, મોબાઈલ નંબર નાખો
- તેના પછી તમને તમારા સ્ટેટસની સંપૂર્ણ જાણકારી મળી જશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.