ત્રણ દિવસ પછી એટલે કે 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થશે. તેના પછી વિજય દશમી અને દિવાળી તમારી ખુશીઓમાં વધારો કરવા આવશે
News Detail
પૂરા 300 રૂપિયાની થશે બચત
હા, આ તહેવારોની સિઝનમાં તમે ગેસ સિલિન્ડર પર 300 રૂપિયાની બચત કરશો. આ સિલિન્ડર ખરીદવા પર તમને બાકીનો ગેસને જોવાની સુવિધા પણ મળશે. હવે આવા સિલિન્ડર બજારમાં સરળતાથી મળી જાય છે, જેમાં તમે બાકી રહેલો ગેસ જોઈ શકો છો. તેની સાથે તમારે ક્યારેય ગેસ સિલિન્ડર અચાનક ખાલી થવાની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.
વજનમાં ખૂબ જ હલકું, ઉઠાવવામાં રહેશે આસાની
જોવામાં આકર્ષક હોવા ઉપરાંત તે સામાન્ય 14.2 કિલોગ્રામના સિલિન્ડર કરતા 300 રૂપિયા સસ્તું પણ છે. તમને જણાવી દઈએ કે આ સિલિન્ડર 10 કિલો ગેસ સાથે ઉપલબ્ધ છે. આ ઈન્ડિયન ઓઈલનું કમ્પોઝિટ ગેસ સિલિન્ડર (Composite Gas Cylinder) છે. ઈન્ડિયન ઓઈલ દ્વારા શરૂ કરવામાં આવેલી સુવિધા હાલમાં કેટલાક શહેરોમાં ઉપલબ્ધ છે. આવો જાણીએ મુખ્ય શહેરોના 10 કિલોના સિલિન્ડરનો ભાવ…
10 કિલો સિલેન્ડરના ભાર
- લખનૌ – 777 રૂપિયા
- જયપુર – 753 રૂપિયા
- પટના – 817 રૂપિયા
- દિલ્હી- 750 રૂપિયા
- મુંબઈ – 750 રૂપિયા
- કોલકાતા- 765 રૂપિયા
- ચેન્નાઈ – 761 રૂપિયા
- ઈન્દોર – 770 રૂપિયા
- અમદાવાદ – 755 રૂપિયા
- પુણે – 752 રૂપિયા
- ગોરખપુર – 794 રૂપિયા
- ભોપાલ – 755 રૂપિયા
- આગ્રા – 761 રૂપિયા
- રાંચી – 798 રૂપિયા
(Source : IOCL)
ઇન્ડિયન ઓઇલનું કમ્પોઝિટ સિલિન્ડર જે બજારમાં આવે છે તે લોખંડના સિલિન્ડર કરતાં ઘણું હળવું હોય છે, જે ઉપાડવામાં પણ સરળ હોય છે. આ સિલિન્ડરમાં 10 કિલો ગેસ હોય છે. ચાલો જાણીએ અમદાવાદ, રાજધાની દિલ્હી સહિત અન્ય શહેરોમાં ગેસ સિલિન્ડરના દરો-
- દિલ્હી – 1,053 રૂપિયા
- મુંબઈ – 1,053 રૂપિયા
- કોલકાતા – 1,079 રૂપિયા
- ચેન્નાઈ – 1,069 રૂપિયા
- લખનૌ – 1,091 રૂપિયા
- જયપુર – 1,057 રૂપિયા
- પટના – 1,143 રૂપિયા
- ઇન્દોર – 1,081 રૂપિયા
- અમદાવાદ – 1,060 રૂપિયા
- પુણે – 1,056 રૂપિયા
- ગોરખપુર – 1062 રૂપિયા
- ભોપાલ – 1059 રૂપિયા
- આગ્રા – 1066 રૂપિયા
- રાંચી – 1111 રૂપિયા
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.