ખુશખબર / ટ્રેનમાં ખાવાને લઈ આવ્યું મોટું અપડેટ, રેલવે મંત્રાલયે જારી કર્યો નવો આદેશ

ટ્રેનમાં લાંબી મુસાફરી દરમિયાન મુસાફરોની સામે ખાવા-પીવાની સમસ્યા ઘણી વખત થાય છે. આ જ કારણ છે કે ઘણી વખત લોકો ઘરનું રાંધેલું ભોજન લઈ જતા જોવા મળે છે

News Detail

Indian Railways Satvik Food Service: ટ્રેનમાં લાંબી મુસાફરી દરમિયાન મુસાફરોની સામે ખાવા-પીવાની સમસ્યા ઘણી વખત થાય છે. આ જ કારણ છે કે ઘણી વખત લોકો ઘરનું રાંધેલું ભોજન લઈ જતા જોવા મળે છે. પરંતુ જેઓ કોઈ કારણસર તે કરી શક્યા ન હતા તેમનું શું ? જી હા, શુદ્ધ શાકાહારી ખાનારાઓ માટે રેલવે દ્વારા નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જો તમારી સાથે પણ આવી જ સમસ્યા છે તો આ સમાચાર તમને ચોક્કસથી ખુશ કરી દેશે. રેલવે મંત્રાલયના નવા આદેશ બાદ હવે મુસાફરોને મુસાફરી દરમિયાન સંપૂર્ણ રીતે સાત્વિક ભોજન મળી શકશે.

મુસાફરની સીટ સુધી પહોંચશે સાત્વિક ભોજન

ભારતીય રેલવે (Indian Railways) ની પેટાકંપની આઈઆરસીટીસી (IRCTC) એ મુસાફરી દરમિયાન મુસાફરોને સાત્વિક ખોરાક આપવા માટે ઇસ્કોન સાથે હાથ મિલાવ્યા છે. આ અંતર્ગત સાત્વિક ભોજન ખાનારા મુસાફરોને ઈસ્કોન મંદિરના રેસ્ટોરન્ટ ગોવિંદા રેસ્ટોરન્ટ (Govinda Restorent) માંથી ભોજનનો ઓર્ડર આપ્યા બાદ તેમની સીટ પર પહોંચાડવામાં આવશે.

મુસાફરોને નહીં પડે મુશ્કેલી

આ સુવિધા શરૂ કરવાના પ્રસંગે રેલવે બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કેટલાક મુસાફરો (જે સાત્વિક ખોરાક ખાય છે) ટ્રેનમાં આપવામાં આવતા ભોજનની શુદ્ધતા પર શંકા કરે છે. લાંબી મુસાફરી પર જતા પ્રવાસીઓ સાથે આવું ઘણીવાર જોવા મળ્યું છે. ઘણા પ્રવાસીઓ એવા છે જેઓ ડુંગળી અને લસણ પણ ખાતા નથી. તે મુસાફરો પેન્ટ્રી કારમાંથી મળતા ખોરાકને ટાળે છે. પરંતુ આ સુવિધા શરૂ થયા બાદ આવા મુસાફરોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.

આવી રીતે ઉઠાવો આ સર્વિસનો લાભ

જો તમે અથવા તમારા પરિવારને ટ્રેનની મુસાફરી દરમિયાન સાત્વિક ખોરાક લેવો હોય, તો તમારે આઈઆરસીટીસી (IRCTC) ઈ – કેટરિંગ વેબસાઈટ અથવા ફૂડ ઓન ટ્રેક એપ પર ફૂડ બુક કરાવવું પડશે. તેના માટે તમારે ટ્રેન ઉપડવાના ઓછામાં ઓછા બે કલાક પહેલા પીએનઆર નંબર સાથે ઓર્ડર કરવો પડશે. ઓર્ડર ફાઇનલ થયા પછી ભોજન તમારી સીટ પર પહોંચી જશે. ગોવિંદા રેસ્ટોરન્ટ દ્વારા આપવામાં આવતા ભોજનમાં મુસાફરોને જૂની દિલ્હીની વેજ બિરયાની, ડીલક્સ થાળી, મહારાજા થાળી, દાલ મખની, પનીર ડીશ, નૂડલ્સ અને અન્ય સાત્વિક ખોરાક મળશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.