CNG વાહન ચાલકો માટે ખુશીના સમાચાર, અદાણી ગેસે ભાવમાં કર્યો મોટો ઘટાડો…

ઘણા સમયથી ગુજરાતમાં સીએનજીના ભાવમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે CNG વાહન ચાલકો માટે સારા સમાચાર મળી રહયા છે. અદાણીએ CNGના ભાવમાં ઘટાડો કર્યો છે અને CNG ગેસના પ્રતિ કિલો ભાવમાં 3.48 રૂપિયાની રાહત આપાવમાં આવી છે. ભાવ ઘટાડા બાદ CNG ગેસનો નવો ભાવ 83.90 રૂપિયા પ્રતિ કિલો થયો છે.

15મી ઓગસ્ટે CNG વાહનચાલકોને સરકાએ એક મોટી ભેટ આપી હતી. વિગતો મુજબ IRM CNGના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. IRM CNGના ભાવમાં 6 રૂપિયાનો ઘટાડો કરવામાં આવતા વાહનચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જેને લઈ હવે બનાસકાંઠામાં સીએનજી વાહનચાલકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત સીએનજીના ભાવમાં વધારાને લઈ વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને આ તરફ હવે આજે IRM સીએનજીના ભાવમાં ઘટાડો કર્યો હતો. જેથી હવે IRM સીએનજી 89.95 રૂ ની જગ્યા એ 83.95માં મળી રહ્યો છે અને ભાવ ઘટાડો થતા રિક્ષા ચાલકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.