ભારત સરકારે જણાવ્યું કે, ટેલિકોમ સેક્ટરમાં શરૂ કરાયેલા નીતિગત સુધારાના ભાગરૂપે, ટેલિકોમ વિભાગ (DOT)એ ભારતમાં વિદેશી ઓપરેટરોના આંતરરાષ્ટ્રીય રોમિંગ સિમ કાર્ડ્સ/ગ્લોબલ કૉલિંગ કાર્ડ્સના વેચાણ/ભાડા માટે NOC જારી કરવા/નવીકરણ માટેના સુધારેલા નિયમો અને શરતો જારી કર્યા છે અને ભારતમાં વિદેશી ઓપરેટરોના આંતરરાષ્ટ્રીય રોમિંગ સિમ કાર્ડ્સ/ગ્લોબલ કોલિંગ કાર્ડ્સના વેચાણ/ભાડા પર TRAIની સુઓ-મોટુ ભલામણો પર ચર્ચા કર્યા પછી DoT દ્વારા સુધારેલા નિયમો અને શરતોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. સુધારેલા નિયમો અને શરતો વિદેશની મુલાકાત લેતા ભારતીય જનતાના હિતોનું રક્ષણ કરવા માટેની પદ્ધતિને મજબૂત બનાવે છે અને અન્ય લાયસન્સ/રજીસ્ટ્રેશન સાથેની પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરે છે.
સુધારેલી નીતિમાં NOCધારકોને ગ્રાહક સંભાળ સેવા, સંપર્ક વિગતો, એસ્કેલેશન મેટ્રિક્સ, આઇટમાઇઝ્ડ બિલ્સ, ટેરિફ પ્લાન સંબંધિત માહિતી, ઓફર કરવામાં આવતી સેવાઓ વગેરે સંબંધિત માહિતી પ્રદાન કરવાની જોગવાઈ કરવી ફરજિયાત છે. બિલિંગ અને ગ્રાહક ફરિયાદ નિવારણને મજબૂત કરવા માટે પણ જોગવાઈ કરવામાં આવી છે.અને DOTમાં આપેલ ઓથોરિટીની જોગવાઈ સાથે NOC ધારકો દ્વારા કરાયેલી ફરિયાદના સમયમર્યાદામાં નિરાકરણની સુવિધા માટેની પદ્ધતિનો પણ સમાવેશ કરાયો છે.
વધુમાં, સુધારેલી નીતિ DOTમાં અન્ય લાઇસન્સ/રજીસ્ટ્રેશન વગેરેની અનુરૂપ NOCધારકો માટે અરજી પ્રક્રિયા/અન્ય પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરે છે અને NOC ધારકોના મુદ્દાઓના ઉકેલ/વ્યવસ્થાપનને સરળ બનાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.