કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ શનિવારે જણાવ્યું હતું કે, ઓટોમોબાઈલ કંપનીઓના ટોચના અધિકારીઓએ તેઓને વચન આપ્યું કે, તેઓ છ મહિનાની અંદર ફ્લેક્સ ફ્યુઅલ વાહનોનું ઉત્પાદન શરૂ કરશે. ગડકરીએ ‘ET ગ્લોબલ બિઝનેસ સમિટ’ ને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધતા કહ્યું કે, સરકાર સાર્વજનિક પરિવહનને 100 ટકા સ્વચ્છ ઉર્જા સ્ત્રોતો દ્વારા ચલાવવાની યોજના પર કામ કરી રહી છે.અને તમને જણાવી દઈએ કે, પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવામાં આવે છે અને જેનાથી આમિશ્રિત ઇંધણ બને છે અને તે સામાન્ય પેટ્રોલની તુલનામાં લગભગ અડધી કિંમતે ઉપલબ્ધ છે
તેઓએ જણાવ્યું કે, “આ અઠવાડિયે, મે તમામ મોટી ઓટોમોબાઈલ કંપનીઓના પ્રબંધ નિર્દેશકો અને SIAMનાં પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી.અને તેઓએ મને વચન આપ્યું હતું કે, તેઓ એવાં વાહનો માટે ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનનું ઉત્પાદન શરૂ કરશે, જે એકથી વધારે ઇંધણથી ચાલી શકે છે.” કેન્દ્રીય મંત્રી ગડકરીના જણાવ્યાં અનુસાર, ટૂંક સમયમાં જ ભારતમાં મોટા ભાગના વાહનો 100 ટકા ઇથેનોલ પર ચાલશે. વધુમાં એમ પણ કહ્યું કે, સરકાર ગ્રીન હાઇડ્રોજન અને અન્ય વૈકલ્પિક ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે.
ફ્લેક્સ-ઇંધણ એ ગેસોલિન અને મિથેનોલ અથવા તો ઇથેનોલના મિશ્રણમાંથી તૈયાર કરાયેલ વૈકલ્પિક ઇંધણ છે. તેઓએ કહ્યું કે, ટીવીએસ મોટર અને બજાજ ઓટો જેવી કંપનીઓએ ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર માટે ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનનું ઉત્પાદન શરૂ કરી દીધું છે.અને એટલું જ નહીં કેન્દ્રીય મંત્રીએ કોન્ફરન્સમાં વધુમાં કહ્યું કે, સરકાર જાહેર પરિવહનને 100 ટકા સ્વચ્છ ઉર્જા સ્ત્રોતમાં રૂપાંતરિત કરવાની સ્કી યોજના પર કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, હાલમાં મહારાષ્ટ્રમાં અનેક જગ્યાઓ પર ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ ઉપલબ્ધ છે, જેની કિંમત 70 રૂપિયા પ્રતિ લીટરથી ઓછી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.