SBIના ગ્રાહકો માટે આવ્યા ગૂડ ન્યૂઝહવે આ સમય મર્યાદાની FD પર બેંક આપશે વધુ વ્યાજ જાણો સમગ્ર વિગતો..

દેશના સૌથી મોટી લેન્ડર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એ શનિવારે એક ખાસ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ અપવાનો નિર્ણય લીધો છે. અને SBIએ એક વર્ષથી વધુ અને 2 વર્ષથી ઓછા અવધિની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ વધાર્યું છે અને બેંક દ્વારા આ અવધિની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજનો દર 5 ટકાથી વધારીને 5.1 ટકા કરી દેવામાં આવ્યો છે. બેંકે આ જ રીતે સીનિયર સીટિઝન માટે અવધિની ફિક્સ્ડ ડિપોઝિટનો વ્યાજ દર 5.50 ટકાથી વધારીને 5.60 ટકા કરી દીધો છે.અને નવા રેટ શનિવારથી ઇફેક્ટિવ થઈ ગયા છે. વ્યાજનો આ દર 2 કરોડ રૂપિયાથી ઓછાની ફિક્સ્ડ ડિપોઝિટ માટે છે.

SBIએ અન્ય Tenureની ફિક્સ ડિપોઝિટના વ્યાજદરમાં કોઈ બદલાવ કર્યો નથી અને SBI 5-10 વર્ષની અવધિના ફિક્સ્ડ ડિપોઝિટ પર સૌથી વધારે 5.40 ટકા વ્યાજ આપે છે. આ અવધિ માટે બેંક સીનિયર સિટિઝનને 6.20 ટકાના દરથી વ્યાજની રજૂઆત કરે છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બે વર્ષ કરતા વધુ અને ત્રણ વર્ષથી ઓછાની ફિક્સ્ડ ડિપોઝિટ પર 5.10 ટકાના દરથી વ્યાજની રજૂઆત કરે છે અને બેંક 3 વર્ષથી લઈને 5 વર્ષ સુધીની ફિક્સ્ડ ડિપોઝિટ પર 5.30 ટકાના દરથી વ્યાજ આપે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.