સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪થી કોમર્સ વિદ્યાશાખામાં સ્નાતક કક્ષાના નવા ચાર અભ્યાસક્રમો શરૂ કરવા માટે એકડેમિક કાઉન્સિલે પરવાનગી આપી દીધી છે. હવે બીકોમ સાથે આઈટીના વિષયો સામેલ કરવામાં આવશે. નવી શિક્ષણ નીતિમાં આ અભ્યાસક્રમો ચાર વર્ષના ઓનર્સ અભ્યાસક્રમ હશે
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠક ૭મી જૂન, ૨૦૨૩ના રોજ યોજાની હતી. જેમાં કોમર્સ વિભાગનો મુદ્દો ચર્ચામાં હતો. એકેડેમિક કાઉન્સિલ દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ૨૦૨૦ દ્વારા કોમર્સ વિભાગના સ્નાતક કક્ષાના નવા ચાર અભ્યાસક્રમોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં બીકોમ વિથ ડેટા સાયન્સ, બીકોમ વિથ ઇ-કોમર્સ, બીકોમ વિથ ફિનટેક અને બીકોમ વિથ પ્રોફેશનલ જેવા અભ્યાસક્રમો છે. આ તમામ અભ્યાસક્રમો ચાર વર્ષના ઓનર્સના અભ્યાસક્રમો રહેશે. નવા અભ્યાસક્રમોમાં આઈટીના વિષયો પણ સામેલ કરવામાં આવ્યા છે. આ અભ્યાસક્રમો શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪થી લાગુ પાડવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.