જો તમે નાના વેપારી છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. કારણ કે નાના વેપારને પ્રોત્સાહન આપવા માટે સરકાર વ્યાજ વગર 50 હજારની લોન આપી રહી છે.
News Detail
આ લોકો થશે પાત્ર
પીએમ સ્વાનિધિ સ્કીમ (PM Svanidhi Yojana) નો લાભ લેવા માટે અરજદાર નાના વ્યવસાય સાથે સંકળાયેલો હોવો જોઈએ. ઉદાહરણ તરીકે કરિયાણાની દુકાન, શેરી વિક્રેતાઓ, સુથારનું કામ મહત્વપૂર્ણ છે. તે જ સમયે આ યોજનાની સૌથી મહત્ત્વની બાબત એ છે કે કોઈ દસ્તાવેજોની જરૂર નથી. આટલું જ નહીં જો તમે એકવાર યોગ્ય રીતે લોનની ચુકવણી કરો છો, તો બીજી વખત તમને વ્યાજ વગર યોજના હેઠળ બમણી રકમ મળશે. પીએમ સ્વાનિધિ હેઠળ લીધેલી રકમ પરત કરવા માટે 1 વર્ષનો સમય આપવામાં આવે છે. જો તમે ઈચ્છો તો લોન હપ્તામાં પણ ચૂકવી શકો છો.
2024 સુધી વધારવામાં આવ્યો સમયગાળો
હકીકતમાં પીએમ સ્વાનિધિની શરૂઆત 2020માં કરવામાં આવી હતી. ઉપરાંત તેને ટ્રાયલ તરીકે 2022 સુધી ચલાવવાનું હતું. પરંતુ તાજેતરમાં તેને વધારીને 2024 કરવામાં આવી છે. સ્કીમની સૌથી મોટી વાત એ છે કે તમે કોઈપણ દસ્તાવેજ વિના અરજી કરી શકો છો. અરજદાર ભારતનો નાગરિક હોવો આવશ્યક છે. તેમજ આ યોજનામાં સ્ટ્રીટ વેન્ડર્સને પ્રાથમિકતા આપવામાં આવશે. લાભાર્થી પાસે એક જ વારમાં અથવા હપ્તામાં બંને રીતે રૂપિયા ચૂકવવાનો વિકલ્પ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.