કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના PM કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi) ના લાભાર્થીઓને આજે સારા સમાચાર મળ્યા છે. આજે PM મોદી 11 કરોડથી વધુ ખેડૂતોના એકાઉન્ટમાં 2-2 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. આ રૂપિયા લાભાર્થીઓને પીએમ કિસાનના 12મા હપ્તાના રૂપમાં આપ્યા છે. આ દરમિયાન વડાપ્રધાને દેશભરમાં 600 પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્રોની શરૂઆત કરી છે. આ વખતે પાત્રતા ધરાવતા ખેડૂતોને 12મા હપ્તા માટે લાંબો સમય રાહ જોવી પડી છે. લગભગ સાડા ચાર મહિના પહેલા 31 મેના રોજ ખેડૂતોને 11મો હપ્તો મળ્યો હતો.
વર્ષ 2021 માં 9 ઓગસ્ટે આવ્યો હતો હપ્તો
અગાઉ ઓગસ્ટથી નવેમ્બર સુધીનો હપ્તો વર્ષ 2021માં 9 ઓગસ્ટે ખેડૂતોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. કૃષિ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદી 17 ઓક્ટોબરે ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (ICAR), પુસામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન ખેડૂતો માટે 12મો હપ્તો જાહેર કરશે. આ દરમિયાન પ્રધાનમંત્રી ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (ICAR) ખાતે પીએમ કિસાન સન્માન સંમેલનનું ઉદ્ઘાટન કરશે.
ડીબીટીથી 16 હજાર કરોડની રકમ ટ્રાન્સફર કર્યા
વડાપ્રધાન DBT દ્વારા ખેડૂતોના એકાઉન્ટમાં 16,000 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કર્યા છે. કૃષિ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદી 17 ઓક્ટોબરે ‘પીએમ કિસાન સન્માન સંમેલન 2022’ના બે દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું.
આવી રીતે ચેક કરો સ્ટેટસ
- સૌથી પહેલા પીએમ કિસાન (PM Kisan) ની વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જાવ
- અહીં રાઈટ સાઈડમાં ‘Farmers Corner’ માં ‘Beneficiary Status’ નો ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરો
- નવું વેબ પેજ ખુલ્યા પછી મોબાઈલ નંબર / રજીસ્ટ્રેશન નંબરમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરો. તેના માધ્યમથી તમે ચેક કરી શકો છો કે એકાઉન્ટમાં રૂપિયા આવ્યા છે કે નહીં.
- તમે જે પણ વિકલ્પની પસંદગી કરી હશે, તે નંબર ફિલ કરો. તેના પછી ‘Get Data’ પર ક્લિક કરો
- અહીં ક્લિક કરવા પર તમને તમામ ટ્રાન્જેક્શનની જાણકારી મળી જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.