ખુશખબર / ઘર ખરીદવાનું સપનું થશે પૂરુ, આ સરકારી બેંકે હોમ લોનના વ્યાજદરમાં કર્યો ઘટાડો

જો તમે ઘર ખરીદવાનું સપનું જોતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. બેંક ઓફ ઈન્ડિયાએ હોમ લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.

News Detail

BOI Home Loan Process: જો તમે ઘર ખરીદવાનું સપનું જોતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. બેંક ઓફ ઈન્ડિયાએ હોમ લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બેંક ઓફ ઈન્ડિયા તરફથી સ્ટાર હોમ લોન વાર્ષિક 8.30 ટકાના દરે મેળવી શકાય છે. તેની સૌથી સસ્તી EMI 7.755 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

ગ્રાહકો અન્ય બેંકો અથવા નાણાકીય સંસ્થાઓમાં ચાલતી તેમની હોમ લોન પણ બેંક ઓફ ઈન્ડિયામાં ટ્રાન્સફર કરી શકે છે. બેંકે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, હોમ લોન અરજદારને ઓવરડ્રાફ્ટની સુવિધા મળશે, જ્યારે લોકો ત્રણ ફાયદા જેમ કે ઓછા વ્યાજ દરનું વચન, સરળ લિક્વિડિટી અને ટેક્સ મુક્તિનો લાભ લઈ શકે છે. આ ઓફરનો લાભ ઘર બનાવવા, પ્લોટ ખરીદવા, નવો કે જૂનો ફ્લેટ ખરીદવા, રિનોવેશન કે રિપેરિંગ માટે લઈ શકાય છે. બેંક ઓફ ઈન્ડિયા સ્ટાર હોમ લોનમાં લોનની ચુકવણી માટે 30 વર્ષનો સમય મળે છે.

મળે છે આ લાભો

તેના હેઠળ લોનના પીરિયડમાં અલગ-અલગ સમયગાળામાં EMI ચૂકવવાના ઘણા વિકલ્પો છે, જેથી ગ્રાહક પર વધુ પડતું દબાણ ન આવે. તેના માટે કોઈ પૂર્વ ચુકવણી અથવા આંશિક ચુકવણી ફી વસૂલવામાં આવતી નથી અને ધિરાણકર્તાને ચૂકવવામાં આવતા વ્યાજ અને હપ્તાઓ પર પણ કર મુક્તિ આપવામાં આવે છે. ગ્રાહકો પર કોઈ વધારે બોજો ન પડે અને તેમને ઓછા વ્યાજની રકમ ચૂકવવી પડે, તેથી વ્યાજની ગણતરી દરરોજ કરવામાં આવે છે. એટલું જ નહીં બેંક ઓફ ઈન્ડિયા ફર્નિચર લોન અને ટોપ અપની પણ સુવિધા આપે છે. આ ઓફર બેંક ઓફ ઈન્ડિયાની તમામ બ્રાન્ચમાં ઉપલબ્ધ છે અને એપ્રૂવલ પ્રોસેસ પણ ખૂબ જ સરળ છે.

બેંક ઓફ મહારાષ્ટ્રે લોન દરમાં વધારો કર્યો

બીજી તરફ બેન્ક ઓફ મહારાષ્ટ્ર (BOM) એ પસંદગીની મુદતની લોન માટે વ્યાજ દર (MCLR) વધાર્યો છે. બેંકે બુધવારે જણાવ્યું કે એક વર્ષની મુદત MCLR 7.80 ટકાથી વધારીને 7.90 ટકા કરવામાં આવી છે. ઓટો, પર્સનલ અને હોમ લોન જેવી ગ્રાહક લોન પર સમાન વ્યાજ વસૂલવામાં આવે છે. બેંકના જણાવ્યા મુજબ સંશોધિત MCLR 7 નવેમ્બર, 2022થી લાગુ થઈ ગયો છે. તે જ સમયે એક મહિનાની મુદતવાળી MCLR ને 0.05 પોઇન્ટ વધારીને 7.50 ટકા કરવામાં આવી છે. આ સિવાય એક દિવસ, ત્રણ અને છ મહિનાની મુદતવાળી લોનના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.