બગ બાઉન્ટી પ્રોગ્રામ્સ ટેક ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ કોમન થઇ ગયા છે. આની મદદથી ટેક કંપનીઓ તેમની પ્રોડક્ટ્સને ખુલ્લા માર્કેટમાં મુકી ઓપન ચલેંજ આપે છે. કે તે પ્રોડક્ટ્સમાં ખામી શોધનારને ઇનામ આપવામાં આવે છે. આ કામમાં ગૂગલ પણ પાછળ નથી અને હવે તેણે જાહેરાત કરી છે કે તેના પિક્સલ સ્માર્ટફોન્સને હેક કરનારને 1.5 મિલિયન ડોલર ઇનામ આપવામાં આવશે. કંપનીએ તેની જાહેરાત તેના બ્લોગ પર પોસ્ટ કરી છે.
પિક્સેલ સિરીઝના ફોનને સિકયોર બનાવવા તેમાં ખાસ ટાઇટન ચીપ મુકવામાં આવી છે. ગુગલે ઈનામ વિશે કહ્યું છે કે આ ઇનામ એટલા માટે આપવામાં આવે છે કે જેથી ખામીઓને દૂર કરીને ફોન અને ઓપરેટિંગ સિસ્ટમને વધુને વધુ સિકયોર બનાવી શકાય.
પિક્સેલ ફોનમાં કોઈ ખામી શોધવા સિવાય, જો એન્ડ્રોઇડ વર્ઝનમાં કોઈ ખામી શોધી બતાવે કે તેને હેક કરે તેમને પણ ઇનામ મળશે. ગૂગલે આ માટે એક બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે એન્ડ્રોઇડના પ્રિવ્યુ વર્ઝન માટે એક ખાસ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. જેમાં ખામી શોધનારને 50 ટકા વધારાનું બોનસ આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.