ગૂગલ જાતિવાદ સામેની લડતમાં 3.7 કરોડ ડોલરની મદદ કરશે, સુંદર પિચાઇએ કહ્યું – સમાજના કાળા લોકો મુશ્કેલીમાં છે

સુંદર પિચાઇની એક ઘોષણામાં કહેવામાં આવ્યું કે ઇન્ટરનેટ કંપની નસ્લવાદ વિરૂધ્ધની લડાઇમાં 3.7 કરોડ ડોલર આફ્રિકન-અમેરિકન જ્યોર્જ ફ્લોઇડની અટકાયત અટકાયત દરમિયાન થયેલા મોતને લઇને અમેરિકામાં પ્રદર્શન ચાલું છે, તેની જ પૃષ્ટભૂમિમાં પિચાઇએ આ ઘોષણા કરી છે.

તમામ કર્મચારીઓને બુધવારે મોકલવામાં આવેલા એક મેઇલમાં ગુગલ અને અલ્ફાબેટનાં ભારતીય-અમેરિકન સીઇઓએ પણ અનુરોધ કર્યો કે તે માર્યા ગયેલા લોકોની યાદ અને સન્માનમાં 8 મિનિટ 46 સેકન્ડનું મૌન રાખે અને એકતા પ્રદર્શિત કરે.

પિચાઇએ આ મૌનનાં સંદર્ભમાં કહ્યું કે આ સાંકેતિક પ્રદર્શન છે, અને જ્યોર્જ ફ્લોયડ મર્યા તે પહેલા એટલીવાર સુધી શ્ર્વાસ લેવા માટે તડપતા રહ્યા હતાં, એ ફ્લોયડ અને અન્ય લોકો સાથે થયેલા અન્યાયની યાદ અપાવતું રહેશે.

3.7 કરોડ ડોલરનાં રૂપે આપવામાં આવશે, આ સંદર્ભમાં 47 વર્ષીય પિચાઇએ કહ્યું કે નસ્લવાદનાં વિરૂધ્ધ લડી રહેલી સંસ્થાઓની મદદનાં રૂપમાં 1.2 કરોડ ડોલર આપવામાં આવશે, જ્યારે 2.5 કરોડ ડોલરની રકમ જાહેરાતનાં સ્વરૂપે હશે, જેથી નસ્લવાદનાં વિરૂધ્ધ લડી રહેલી સંસ્થાઓની મદદ થઇ શકે અને મહત્વપુર્ણ સુચનાઓ મળી શકે.

પિચાઇએ જણાવ્યું હતું કે, અમારી પ્રથમ ગ્રાન્ટ અમારા જૂના સાથીદારો સેન્ટર ફોર પોલિસીંગ ઇક્વિટી અને ઇક્વલ જસ્ટિસ ઇનિશિયેટિવને જશે.

અમે અમારા Google.com ઓઆરજી ફેલો પ્રોગ્રામની સહાયથી તકનીકી સહાય પ્રદાન કરીશું. તે છેલ્લાં પાંચ વર્ષમાં જાતિવાદ સામેની લડતમાં અમે ફાળારૂપે આપેલા 3.2 મિલિયનથી બનેલું છે.

સીઈઓએ મેલમાં લખ્યું કે, “આપણા સમાજના કાળા લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને આપણામાંના ઘણાને આપણી ભાવનાઓના આધારે તેમની સાથે ઉભા રહેવાની અને આપણે જેને પ્રેમ કરીએ છીએ તેમની સાથે એકતા બતાવવાનાં રસ્તાઓ શોધી રહ્યા છીએ.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.