ગુગલને માત આપવા એપલ લૉન્ચ કરશે પોતાનું સર્ચ એન્જીન

ગુગલને ટક્કર આપવા માટે અમેરિકી ટેક દિગ્ગજ કંપની એપલ પોતાનું સર્ચ એન્જીન લોન્ચ કરી શકે છે. એક એહવાલ અનુસાર Apple પોતાના સર્ચ એન્જીન પર કામ કરી રહ્યું છે અને પોતાનું સર્ચ એન્જીન લોન્ચ કરી શકે છે. રીપોર્ટ અનુસાર Apple પોતાના સ્પોટલાઈટ ખર્ચ, એન્જીન માટે એન્જીનિયર્સ હાયર કરી રહી છે. સ્પોટલાઈટ મેક ઓએસમાં આપવામાં આવેલા એક મહત્વપૂર્ણ સર્ચ ફીચર છે, જ્યાંથી યૂઝર પોતાના મેકબુકથી લઈને વેબના કોન્ટેટ સર્ચ કરી શકે છે.

કંપની પોતાનું સર્ચ એન્જીન લાવી શકે ટેક
વેબસાઈટ Coywolf ની એક રીપોર્ટમાં કેટલાક પોઈન્ટ્સ જણાવવામાં આવ્યા છે. જેથી આ રીપોર્ટ પરથી હિંટ મળી રહી છે કે, કંપની પોતાનું સર્ચ એન્જીન લાવી શકે છે અને તેમણે તેના પર કામ શરૂ કરી દીધુ છે. Apple ના સર્ચ એન્જીન માટે કાઢવામાં આવેલી નોકરીઓમાં આર્ટિફિશિયલ ઈંટેલિજેંસ (AI), મશીન લર્નિંગ (ML) અને નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ (NPL)નો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જે પ્રમાણે Apple એ આ નોકરીઓનો ઉલ્લેખ કર્યો છે, જેનાથી લાગે છે કે, કંપની પોતાના સર્ચ એન્જીનમાં આ બધાને નિયુક્ત કરવાના મૂડમાં છે. તેનાથી એવા સંકેત મળે છે.

ગુગલ એપલને આપે છે કરોડો રૂપિયા
ગુગલ Apple ને દર વર્ષે આઈફોન, આઈપેડ અને મેક ઓએસમાં ડિફોલ્ટ સર્ચ એન્જીન ગુગલને રાખવા માટે કરોડો રૂપિયા આપે છે. રિપોર્ટ પ્રમાણે આ ડીલ જલ્દી જ ખતમ થઈ શકે છે. Coywolf ની રીપોર્ટ પ્રમાણે યૂકે કંપટીશન એન્ડ માર્કેટ અથોરિટી એપલ અને ગૂગલના સર્ચ એન્જીનની આ ડીલને લઈને કડક રૂખ અપનાવી શકે છે.

એપલનું માર્કેટ શેર દુનિયામાં સૌથી વધારે
યૂકે કંપટીશન એન્ડ માર્કેટ અથોરિટીની રીપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, એપલનું માર્કેટ શેર દુનિયાભરમાં ઘણુ વધારે છે. એવામાં અથોરિટીનું માનવુ છે કે, કારણ કે, Google સર્ચ ડિફોલ્ડ હોવાને કારણે બીજા સર્ચં એન્જીનને મોબાઈલ ફોનમાં આવવાની તક જ નથી મળતી. આ બધાને કારણે એપલ એક સ્વતંત્ર સર્ચ એન્જીન પર કામ કરી રહ્યુ છે. Apple દ્વાદા તેને Google ના વિકલ્પ તરીકે પહેલા પોતાના ડિવાઈસમાં લગાવી શકાય છે અને બાદમાં પબ્લિક માટે પણ લોન્ચ કરી શકાય છે એવી આશા કરવામાં આવી રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.