Google Payનું જબરદસ્ત ફિચર, બેંક એકાઉન્ટ વગર જ UPI Circleથી કરો પેમેન્ટ…

યુપીઆઈ સર્કલ NPCIનું નવુ ફીચર છે જે એવા યુઝર્સને પણ ડિજિટલ પેમેન્ટનો ઓપ્શન આપે છે, જેની પાસે બેંક અકાઉન્ટ નથી. આ યુઝર્સ તેના ફ્રેન્ડ્સ અને ફેમિલીમાંથી કોઈનું યુપીઆઈ અકાઉન્ટ યુઝ કરી શકે છે.

આ ડિજિટલ વર્લ્ડમાં બધું આપણી આંગળીના ટેરવે આવી ગયું છે અને આપણે ઘરે બેસીને ટચ સ્ક્રીન દ્વારા કંઈપણ ઓપરેટ કરી શકીએ છીએ. એટલું જ નહીં ડિજિટલ યુગમાં પૈસાની લેવડદેવડ પણ એક ક્લિક પર થવા લાગી છે. યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે UPI આનું ઉત્તમ ઉદાહરણ છે. દેશમાં હવે કરોડો લોકો UPI દ્વારા તેમના લિક્વિડ ટ્રાન્ઝેક્શન કરે છે એવામાં હવે UPI એક ડગલું આગળ વધી ગયું છે. કારણ કે UPIનું એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે જેનું નામ છે UPI સર્કલ.

યુપીઆઈ સર્કલ NPCIનું નવુ ફીચર છે જે એવા યુઝર્સને પણ ડિજિટલ પેમેન્ટનો ઓપ્શન આપે છે, જેની પાસે બેંક અકાઉન્ટ નથી. આ યુઝર્સ તેના ફ્રેન્ડ્સ અને ફેમિલીમાંથી કોઈનું યુપીઆઈ અકાઉન્ટ યુઝ કરી શકે છે. આ ફીચર તે લોકોના ઘણું કામ આવી શકે છે જેમની પાસે બેંક અકાઉન્ટ અથવા ગુગલ પે લિંક્ડ અકાઉન્ટ નથી.

ગુગલ પે તેના માટે પ્રાઈમરી યુઝરને પાર્શિયલ ડેલિગેશન પ્રિવિલેઝ આપે છે અને તેમાં પ્રાઈમર યુઝરને દરેક ટ્રાન્જેક્શનને અપ્રૂવ કરવું પડશે. તેમજ ફૂલ ડેલિગેશનમાં યુઝર મંથલી 15 હજાર રૂપિયા સુધીની લિમિટ નક્કી કરી શકે છે.

આ ફીચર સિનિયર સિટીઝન જે ડિજિટલ પેમેન્ટ કરવા માટે સહજ નથી કે પછી કોઈ વ્યસ્ત વ્યક્તિ જે તેમના ઘરેલું ખર્ચની જવાબદારી બીજા વ્યક્તિને સોંપવા માંગે છે, કે પછી પેરેન્ટ જે તેમના છોકરાઓને પોકેટ મની આપે છે, તેમના માટે આ ફીચર ઉપયોગી સાબીત થશે.

આ ફીચરમાં સેકન્ડરી યુઝર્સ માત્ર પર્સનલ અને મર્ચન્ટ ટ્રાન્જેક્શન કરી શકશે. UPI સર્કલથી ઓટો પે કે લાઈટ ટ્રાન્જેક્શન નહીં કરી શકે. અહીંયા પ્રાઈમરી યુઝર દરેક સેકન્ડરી યુઝર્સ માટે અલગ અલગ લિમિટ સેટ કરી શકે છે. આ ફીચર દરેક UPI એપ માટે છે.

આ રીતે કરો એક્ટિવેટ

UPI સર્કલ મેનુ પર જાઓ

“એડ ફેમિલી કે ફ્રેન્ડ” પર ક્લિક કરવું

પછી સેકન્ડરી UPI ID એડ કરો

જેનું UPI એકાઉન્ટ એડ કરવાનું હોય તેનું UPI QR કોડ સ્કેન કરો અથવા કોન્ટેક્ટ લિસ્ટમાં તેમનો નંબર એડ કરો

બાદમાં તમારે પરમિશન સેટ કરવાની રહેશે

જ્યાં “લિમિટ સાથે ખર્ચ કરો” અને “દરેક પેમેન્ટ માટે પરમિશન લો” સેટ કરવાનું રહેશે.

સેકેન્ડરી યુઝર્સને રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવાની નોટિફિકેશન મળશે

રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ સેકન્ડરી યુઝર્સ તમારાથી પેમેન્ટ કરી શકશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.