Google યૂઝર્સ માટે ઝાટકો, બંધ થવા જઈ રહી છે cloud print સર્વિસ

ગૂગલે જાહેરાત કરી છે કે તે પોતાની Cloud Print સર્વિસને ટૂંકમાં જ બંધ કરશે. ગૂગલ અનુસાર, ડિસેમ્બર 2020માં આ સેવાને બંધ કરવાની યોજના છે. કંપનીએ આ સેવા વર્ષ 2010માં શરૂ કરી હતી.ક્લાઉટ પ્રિન્ટની મદદથી યૂઝર્સ પોતાની વેબ પર ઉપલ્ધ કન્ટેન્ટને સરળતાથી પ્રિન્ટ કરી શકતા હતા. આ સર્વિસની ખાસ વાત એ હતી કે તેને કન્ટેન્ટ સર્વિસ અને પ્રિન્ટર પર પણ ઉપયોગ કરી શકાતી હતી. આ સર્વિસ મોબાઈલ, લેપટોપ અને ડેસ્કટોપ હાલમાં પણ કામ કરે છે.

ગૂગલ આ સેવા કેમ બંધ કરી રહ્યું છે તે વિશે કોઈ માહિતી નથી. પરંતુ ગૂગલે કહ્યું છે કે જો તમે ક્રોમ સિવાયની કોઈ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યાં છો, તો પ્લેટફોર્મના મૂળ પ્રિન્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરો.

સારી વાત એ છે કે ગૂગલે તેના વિશે એક વર્ષ અગાઉથી કહેવાનું શરૂ કર્યું છે. ગૂગલ ક્લાઉડ મેઇલ વપરાશકર્તાઓને આ સેવાના બંધ વિશે માહિતી આપી રહ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.