છેલ્લા ઘણા દિવસોથી ગોપાલ ઈટાલીયાની રાજકીય પાટીઁમાં જોડાવાની અટકળો અને ચચાઁનો હવે અંત આવ્યો છે,ઇટાળીયા આદમી પાર્ટીના દિલ્લીના સિનિયર નેતાઓના તેમજ સ્થાનીક ગુજરાતના આપના નેતાઓના સપકઁમાં હતા ને આખરે હવે એ ખડી આવી ગઇ છે કે ગોપાલ રાજકીય પાટીઁમાં જોડાઇ શકે છે
ગોપાલ ઈટાલીયા ભાવનગર જિલ્લાના ટીંબી ગામના વતની છે અને ભૂતપૂર્વ પોલીસ કોન્સ્ટેબલ તેમજ ભૂતપૂર્વ બિનસચિવાલય ક્લાર્ક તરીકે ફરજ પણ બજાવી ચુક્યા છે તેમજ તેઓ ફરજ દરમ્યાન પડતી મુશ્કેલી અને આક્રોશથી ગૃહમંત્રી પ્રદિપસિહ જાડેજા પર જુતુ ફેકીને ઘણા ચચાઁમાં પણ રહ્યા હતા ત્યારબાદ તેઓ પાટીદાર અનામત ઓદોંલનમાં પણ સક્રીય રીતે જોડાયા હતા
બબ્બે સરકારી નોકરીઓ છોડીને ગોપાલ ઈટાલીયા બેરોજગાર યુવાનોના હક્ક માટે તેમજ નાગરીકોને મળતા હકો માટે લડત ચલાવી રહ્યા છે.
ગોપાલ ઈટાલીયાએ કાયદા કથાના માધ્યમથી યુવાનોમાં ખુબ જ આકર્ષણ જગાવ્યું છે.
ગોપાલ ઈટાલીયાને આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં મોટી જવાબદારી મળે તેવી સંભાવના પણ સેવાઇ રહી છે
ઈટાલીયા દિલ્લી સરકાર દ્વારા કરવામાં આવી રહેલા કામોને લઇને AAP થી પ્રભાવીત છે તેમજ ઇટાલીયા ગુજરાતમાં સરકારી શિક્ષણનું મોડલ દિલ્હી જેવુ બને એવી ઈચ્છા રાખે છે.
ગોપાલ ઈટાલીયા આમ આદમી પાર્ટીમાં જોડાય તે શક્યતાઓ વચ્ચે યુવાનોમાં પણ ખુબ જ ઉત્સુકતા સાથે ચર્ચાનો વિષય બન્યો છે.
આમ, ઉચ્ચ શિક્ષિત અને પૂર્વ સરકારી કર્મચારી ગોપાલ ઈટાલીયા આમ આદમી પાર્ટીમાં જોડાય તો ગુજરાતમાં મોટા આંદોલનના મંડાણ કરી શકે છે.
યુવાનોમાં લોકપ્રિય અને લડાયક છબી ધરાવનાર ગોપાલ ઇટલીયા આમ આદમી પાર્ટીમાં જોડાય શકે છે..
ગોપાલ ઇટાલીયાને આમ આદમી પાર્ટી ગુજરાતમાં મોટી જવાબદારી સોંપી શકે છે
ગોપાલ સાથે આખા ગુજરાતમાંથી હજારો યુવાનો “આપ” માં જોડાઇ શેકે છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.