ગોપાલ ઈટાલીયાએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને કર્યો આ સવાલ તમારી પાર્ટીના નેતા કેમ પેપર ફોડે છે?

રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર પરીક્ષા પહેલા સોશિયલ મીડિયામાં ફરતું થયું હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યા હતા. આ આક્ષેપો બાદ કોંગ્રસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા આ બાબતે તપાસની માગણી કરવામાં આવી છે. તો બીજી તરફ આમ અદામી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘીને નકલી સિંઘમ કહ્યા હતા. આ ઉપરાંત તેને માગણી કરી હતી કે, હીરોગીરી કરવાનો શોખ હોય તો અત્યારે યોગ્ય સમય છે. પેપર ફોડવામાં મદદ કરનાર ભાજપ નેતા સહિત તમામ આરોપીઓનું ગધેડા પર બેસાડીને આખા ગુજરાતમાં સરઘસ કાઢવામાં આવે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ ફેસબૂક પર પોસ્ટ કરી હતી કે, ગૃહમંત્રી હર્ષ સંઘવી નવા-નવા બન્યા પછી થોડા દિવસ ખૂબ જ નકલી સિંઘમની કામગીરી કરી અને સીન-સપાટા કર્યા પણ પેપર ફૂટ્યાની ઘટનામાં ભાજપના નેતાઓ હોવાની અંદરખાને ચર્ચાએ જોર પકડ્તા હર્ષભાઈ ગાયબ થઇ ગયા.

તેને વધુમાં લખ્યું છે કે, હર્ષ સંઘવી કોરોના ઇન્જેક્શન સમયથી મીડિયામાં આવીને છીછરી કક્ષાની હીરોગીરી કરીવા માટે જાણીતા છે.આમ સાવ સામાન્ય ઘટના બની હોય ત્યાં પણ હર્ષ સંઘવી પહોંચી જાય અને મીડિયામાં હીરોગીરી કરવા લાગ્યા હતા. પણ પેપર ફૂટવાની ઘટનામાં ભાજપના જ નેતાઓના નામ હોવાની અંદરખાને ચર્ચા ચાલુ થતા હર્ષ સંઘવીની બોલતી બંધ થઇ ગઈ છે.

તેને અંતમાં લખ્યું છે કે, અગાઉ ઘણીવાર પેપર ફૂટ્યા પરંતુ કોઈને સજા નથી થઇ. એટલે પેપેર ફોડુંઓની હિંમત વધી છે. અને હર્ષ સંઘવીને હીરોગીરી કરવાનો શોખ હોય તો અત્યારે યોગ્ય સમય છે. હેડ ક્લાર્કનું પેપર ફોડવામાં મદદ કરનાર ભાજપના નેતાઓ સહિત તમામ આરોપીઓનું ગધેડા પર બેસાડીને આખા ગુજરાતમાં કાઢે તો સિંઘમ ગૃહમંત્રી માનીએ.

આ ઉપરાંત ગોપાલ ઈટાલીયાએ આ પોસ્ટની કોમેન્ટમાં પણ લખ્યું હતું કે, પેપર ફોડવાની ઘટનામાં અંદરખાને ભાજપના નેતાઓ હોવાની ચર્ચાએ જોર પકડતા જ ગૃહમંત્રી હર્ષ સંઘવીની બોલતી બંધ. અને પોતાની પાર્ટી ભાજપના નેતાના નામ આવતા સાવ સામાન્ય ઘટનાઓમાં પણ છાસવારે મીડિયામાં આવીને છીછરી કક્ષાની હીરોગીરી કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી ગયા થઇ ગયા. હર્ષ સંઘવી જવાબ આપો કે તમારી પાર્ટીના નેતા કેમ પેપર ફોડે છે?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.