દેશના પૂર્વ વડા પ્રધાન, એચ.ડી. દેવગોડાએ કોંગ્રેસ પર જેડીએસને ખતમ કરવાનો, આરોપ લગાવીને સૌને ચોંકાવી દીધા

દેશના પૂર્વ વડા પ્રધાન એચ ડી દેવગોડાએ કોંગ્રેસ પર જેડીએસને ખતમ કરવાનો આરોપ લગાવીને સૌને ચોંકાવી દીધા છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસ સિદ્ધારમૈયાના નેતૃત્વમાં આ પાર્ટીને ધ્વસ્ત કરવા ઈચ્છે છે. કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા આ મુહિમમાં લાગેલા છે. તેમણે દાવો કર્યો છે કે આ પાર્ટીને કોઈ પણ નષ્ટ કરી શકશે નહીં.

આને પોતાનો જનાધાર મળી ગયો છે. અમે 2023 વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સાથે લડતા ફરી પાર્ટીને મજબૂતી આપશે અને સત્તામાં પાછા ફરશે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2018માં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હતી પરંતુ કોંગ્રેસે જેડીએસના કુમારસ્વામીને સીએમ પદની ઑફર આપીને ભાજપને સત્તા બહાર કરી દેવાયા હતા પરંતુ સવા વર્ષ બાદ જ રાજકીય તોડફોડ દ્વારા ગઠબંધન સરકાર પડી ગઈ અને કર્ણાટકમાં ભાજપ ફરીથી સરકાર બનાવવામાં સફળ થઈ ગઈ.

એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ

ચોંકાવનારી વાત છે કે બંને પાર્ટીના નેતા પોતાની ભૂલથી રાજકીય શીખ લેવાના બદલે એક-બીજા વિરૂદ્ધ મોર્ચા ખોલી ચૂંટણી જંગ માટે તૈયાર કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.