સરકારી અને ખાનગીક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફ સાથે ખુલશે..,જાણો ક્યારથી ખુલશે

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પૂરી થવાનાં અંતે છે. બીજી તરફ રાજય સરકારે આંશિક લોકડાઉનની છૂટછાટો આપી છે. ત્યારે આ બધાની વચ્ચે રૂપાણી સરકારે અગત્યનો નિણૅય લીધો છે.રાજ્ય સરકારની બધી કચેરીઓ આવતીકાલ શનિવાર 5 જૂન ના રોજ કાર્યરત એટલેકે ખુલ્લી રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત કરી છે. બીજી તરફ સીએમ રૂપાણીએ વધુમાં એવો નિર્ણય પણ કર્યો છે કે સોમવાર 7 મી જૂન થી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફ ની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.

રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે સરકારી કચેરીમાં સ્ટાફની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારે હવે રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. જેથી સાતમી જૂનથી રાજ્ય સરકારની તમામ કચેરી અને ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફ સાથે કાર્યરત કરવાની સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત શનિવારથી તમામ સરકારી કચેરીઓ ખુલ્લી રાખવાન છૂટ સરકારે આપી છે. રાજ્યમાં કોરોનાના કેસ વધતા સરકારે કર્મચારીઓના હિતમાં 50 ટકા જેટલા સ્ટાફ સાથે કચેરીઓ કાર્યરત રાખવાની છૂટ આપી હતી.

નાના વ્યવસાયકારોથી માંડીને વેપારીઓઓએ રૂપાણી સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. આ ઉપરાંત હોટલ રેસ્ટોરન્ટમાં ય ટેક અવેની સાથે સાથે રાત્રીના ૧૦ વાગ્યા સુધી હોમ ડિલિવરી કરી શકાય તે માટે છૂટ અપાઇ છે. અત્યાર સુધી સરકારે રાત્રી ૯ વાગ્યા સુધી જ હોમ ડિલીવરીની છુટ આપી હતી. જોકે, હોટલ સંચાલકોએ વધુ છૂટછાટ આપવા સરકાર સમક્ષ રજૂઆત પણ કરી હતી.

આ તરફ, રાજ્ય સરકારે અમદાવાદ સહિત ૩૬ શહેરોમાં રાત્રી કરફ્યૂ યથાવત રાખ્યો છે. એટલું જ નહી, રાત્રી કરફ્યૂના સમયમાં ય કોઇ રાહત આપી નથી. રાત્રી કરફ્યૂ રાતના ૯ થી સવારથી ૬ વાગ્યા સુધી અમલમાં જ રહેશે. તા.૪ જૂનથી તા.૧૧મી જૂન સુધી રાત્રી કરફયૂ અમલમાં રહેશે. ટૂંકમાં સરકારે રાત્રી કરફ્યૂની મુદતમાં એક સપ્તાહનો વધારો કર્યો છે. કોરોનાના કેસો ભલે ઘટયાં હોય તેમ છતાંય રાજ્ય સરકાર ધીરે ધીરે નિયંત્રણો હળવા કરવા માંગે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.