કેન્દ્રની ભાજપ સરકાર પર કોંગ્રેસે આરોપ નાખ્યો છે.. આપ ને જણાવી દઈએ કે, કેન્દ્રની ભાજપ સરકારે દેશની ૦૬ લાખ કરોડની સંપત્તિ વેચવા કાઢી છે. તે વચ્ચે કોંગ્રેસનાં નેતા મોઢવાડિયાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે.
આ નેતાએ જણાવ્યું હતું કે, દેશમાં લોક કલ્યાણનાં પ્રોજેક્ટ બનાવવા બદલે ભાજપ દેશની સંપત્તિની વેચી મારવાનો રોડ મેપ બનાવ્યો છે. છ લાખ કરોડની સંપતિનું વેચાણ અને રાજય સરકારોને રાજયની સંપત્તિનું વેચાણ એ મૂડીપતિ મિત્રોને પધરાવી દઈને રોકડા કરવાનું સરકારનું કારસ્તાન છે.
વેચાણ માટે મૂકેલી સંપત્તિમાં ૧.૬ લાખ કરોડનાં રસ્તા, ૧.૫ લાખ કરોડનાં ૪૦૦ રેલ્વે સ્ટેશન,૧૫૦ ટ્રેન અને રમત ગમતનાં મેદાનો નો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.