સરકાર નો દાવો ;રાજ્યનાં 77.21 લાખમાં ગ્રામીણ ઘરમાં નળથી પાણી મળી રહ્યું છે.

સરકાર દ્વારા રાજયના તમામ ઘરને વર્ષ 2022 સુધીમાં ‘નળથી જળ’ પહોંચાડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ પૈકી 92.22 લાખ પૈકી 77.21 લાખ ગ્રામિણ ઘરમાં નળથી જળ પહોંચાડી દીધું છે, એટલે કે 83 ટકામાં નળથી જળ પહોંચાડી દીધું છે,હવે 17 ટકામાં નળથી જળ 2022 સુધીમાં પહોંચાડવાનો નિર્ધાર રાજય સરકારે વ્યકત કર્યો છે. આ માટે કેન્દ્ર સરકારે વર્ષ 2021-22 માટે ‘જલ જીવન મિશન’ હેઠળ રૂ. 3411 કરોડની ફાળવણી કરી છે, આ પૈકી રૂ. 852.65 કરોડ ચુકવી પણ દીધા છે.

“જલ જીવન મિશન: હર ઘર જલ’’ યોજનાનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 15 ઓગસ્ટ,2019ના રોજ કરાવ્યો હતો. જેનો ઉદેશ વર્ષ-2024 સુધીમાં ગ્રામીણ લોકોનું અને ખાસ કરીને મહિલાઓ અને દીકરીઓનું જીવનધોરણ સુધારીને પ્રત્યેક ઘર સુધી પીવાલાયક શુદ્ધ પાણી પહોંચાડવાનો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.