ઝારખંડના સરકારી અધિકારીઓ માટે મોટા સમાચાર છે. ઝારખંડ હાઈકોર્ટે રાજ્યના તમામ વિભાગોના અધિકારીઓના પ્રમોશન પર તાત્કાલિક પ્રભાવથી પ્રતિબંધ લગાવી દીધો છે અને હાલમાં રાજ્યમાં કોઈ પણ સરકારી અધિકારીઓનું પ્રમોશન નહીં કરવામાં આવશે.
ઝારખંડ હાઈકોર્ટના જજ ડૉ. S.N.પાઠકની પીઠે એક જાહેર હિતની અરજી પર સુનાવણી કરતાં આ આદેશ આપ્યો છે અને આ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, પોલીસ વિભાગના હાલના એક નિર્ણયથી સામાન્ય કેટેગરીના કર્મચારીઓને પ્રમોશન મળવાની સંભાવનાઓમાં મુશ્કેલીઓ આવશે અને આ મામલામાં અરજદારો તરફથી એડવોકેટ દિવાકર ઉપાધ્યાયે કોર્ટમાં દલીલ કરી.
કોર્ટે કહ્યું કે હવે આ મામલાની સુનાવણીની આગામી તારીખ 18 ઓગસ્ટ છે. હાઈકોર્ટે ત્યાં સુધી રાજ્યના તમામ વિભાગોમાં પ્રમોશન પ્રક્રિયા પર પ્રતિબંધ મૂકી દીધો છે છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2020મા સરકારે સરકારી અધિકારીઓના પ્રમોશન પર પ્રતિબંધ લગાવ્યો હતો અને જેના પછી, આ વર્ષે જ જાન્યુઆરી મહિનામાં હાઇકોર્ટે આદેશ આપ્યો કે, પ્રમોશન પર લગાવવામાં આવેલા પ્રતિબંધને હટાવી લેવામાં આવે અને કોર્ટે કહ્યું હતું કે, તમામ વિભાગોમાં સક્ષમ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવે. 23 જૂન 2022ના રોજ, ઝારખંડના DGPએ આદેશ આપ્યો કે ASIને SI તરીકે પ્રમોશન આપવામાં આવશે. આ આદેશમાં કહેવામાં આવ્યું કે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કેડરો, જનરલ કેટેગરીમાં પણ પ્રમોશન મેળવી શકે છે. જેના પછી અરજદારોએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
હાઇકોર્ટે આ અરજી પર સુનાવણી કરતા કર્મચારી વિભાગના સચિવના આદેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સાથે જ DGP પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે અને અત્રે ઉલ્લેખનિય છે કે, ગત મહિને જ રાજ્ય સરકારે બે વર્ષથી સરકારી કર્મચારીઓના પ્રમોશન પર લગાવવામાં આવેલા પ્રતિબંધના આદેશને પરત લીધો હતો.પરંતુ હવે એક વાર ફરી આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. 18 ઓગસ્ટના રોજ હાઈકોર્ટમાં આ મામલાની સુનાવણી થશે.
અહીં આપને જણાવી દઈએ કે, ગત મહિને ઝારખંડ સરકારે સરકારી કર્મચારીઓના પ્રમોશન પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી લીધો હતો. સરકારે આ બાબતે જાહેરનામું બહાર પાડીને સંબંધિત આદેશને પરત લઈ લીધો હતો અને જેના માટે, સરકારે R.K.સબરવાલ અને અન્ય વિરુદ્ધ પંજાબ સરકારના મામલામાં સંવિધાન પીઠ દ્વારા પસાર કરાયેલા આદેશના આધાર પર પ્રમોશન આપવાની વ્યવસ્થા લાગુ કરી હતી. રાજ્ય સરકારે 24 ડિસેમ્બર 2020થી લાગેલો સરકારી કર્મચારીઓના પ્રમોશન પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. રાજ્યના કર્મચારીઓના પ્રમોશનને લઈને ઝારખંડ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારે વિધાનસભા તરફથી એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી હતી અને આ સમિતિએ પ્રમોશન સાથે સંબંધિત મામલાની તપાસ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.