સરકાર ગૌશાળાને સહાય આપો, નહીં તો ઝાંપે તાળું મારી ચાવી આપી દઈશું….

પાંજરાપોળ સંચાલકો એ મંગળવારે મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતાં અને કહ્યું હતું કે,”ગૌવંશનું જતનની જવાબદારી અમારા એકલાની નથી પરંતુ સરકારની પણ છે. “ગૌ શાળાને સરકાર સહાય નહીં, આપે તો અમે ઝાંપે તાળું મારી ચાવી આપીને ચાલ્યા જવું પડશે.

ગૌ સેવા સંધનાં અધ્યક્ષએ જણાવ્યું હતું કે, વરસાદ ખેંચાતા ગૌ શાળાનું સંચાલન કરવું ખૂબજ અધરુ બની ગયું છે. તેની ઉછેર પાછળનો ખચઁને પહોંચી શકાય તેમ નથી. સરકાર અન્ય રાજયોની જેમ કાયમી સહાય આપવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, રાજયમાં ૨૦૦ થી વધુ ગૌ શાળા અને પાંજરાપોળો આવેલી છે. આ સંસ્થાઓના પ્રતિનિધિઓ સ્વિઁણમ સંકુલમાં મુખ્યમંત્રી કાર્યાલય પણ રજૂઆત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.