દેશના વિભિન્ન રાજ્યમાં લાંબા સમય બાદ પ્રાઇવેટ અને સરકારી સ્કૂલો ને ખોલવામાં આવી રહી છે.પંજાબમાં પ્રાયમરી લઈને સેકન્ડરી સુધીના વિદ્યાર્થીઓ માટે બે ઓગસ્ટે સ્કૂલ ખુલી ગઈ છે.
સ્કૂલમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે. સ્ટુડન્ટ,ટીચીંગ સ્ટાફ સુધી લોકો તમામ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા જોવા મળી રહ્યા છે.
https://www.youtube.com/watch?v=Hoa4czqvR7k
પંજાબના સ્કૂલોમાં પ્રિ-પ્રાઇમરી થી સિનિયર સેકન્ડરી સુધી તમામ ધોરણ પહેલાની જેમ ચલાવવામાં આવશે.સ્કૂલનો સમય સવારે ૮:૦૦ વાગે થી ૨:૦૦ વાગ્યાં સુધીનો રહેશે સ્કૂલમાં ક્લાસીસ ઓફલાઇન મોડમાં ચાલશે.
ઉત્તરાખંડમાં ૯ મા અને ૧૨ મા ધોરણ માટે સ્કૂલોને ૨ ઓગસ્ટ સુધી ખોલવાનો આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે ધોરણ ૬ થી ૮ના સ્કૂલોને ૧૬ ઓગસ્ટે ખોલવામાં આવશે. ત્યારે ઝારખંડમાં ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કુલ ખોલવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.