ગાંધીનગરથી રાજ્ય સરકારનાં વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ વાહન ચાલકો માટે નવી સ્કીમ અમલમાં મૂકી છે. હવેથી રાજ્યભરના વાહન ચાલક પોતાનું વાહન વેંચી નાંખશે તો પણ વાહનનો જૂનો નંબર પોતાની પાસે રાખી શકશે. RTOમાં નંબર પસંદગી અંગે મોટી જાહેરાત કરી છે. જે અંતર્ગત વાહન ચાલકો નંબરની પસંદગી મેળવી શકશે.
મંત્રીએ જણાવ્યું હતુ કે, રાજ્યભરના વાહન ચાલકો જૂના વાહનોનો નંબર નવા વાહનોમાં રાખી શકાશે. વાહન ચાલક રજિસ્ટ્રેશન નંબર પોતાની પાસે રાખી શકશે. વાહન ચાલકે પોતાના મનપસંદ નંબર મેળવવા માટે ચાર્જ ચૂકવવાનો રહેશે. આ માટે ગોલ્ડન અને સિલ્વર નંબર પ્રમાણે ચાર્જ લેવામાં આવશે. દરેક વ્યક્તિ પોતાના વાહન માટે પસંદગીનો નંબર ઈચ્છે છે.
આથી વ્યક્તિ પોતાનું વાહન વેચી દે, તો પણ પોતાની પસંદગીનો નંબર પોતાની પાસે જ રહે તે માટે રાજ્ય વાહન વ્યવહાર વિભાગે નવી સ્કીમ અમલમાં મૂકી છે. એટલું જ નહીં, વાહન ચાલકો પોતાનું વાહન સ્ક્રેપ કરીને પણ નંબર પોતાની પાસે રાખી શકશે. આ માટે તેઓને ચાર્જ ચૂકવવો પડશે.
હવેથી જૂનું વાહન વેચી તે જ પ્રકારનું નવું ખરીદતી વખતે 15 દિવસમાં નંબર રિટેન કરી શકાશે. જેના માટે વિવિધ ચાર્જ લેવામાં આવશે. ટૂ વ્હીલરમાં રૂપિયા 2 હજારથી માંડીને રૂપિયા 8000, મોટર ગાડીઓમાં રૂપિયા 8000થી રૂપિયા 15000 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે.
નોંધનીય છે કે દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળની જેમ ગુજરાતમાં પણ વ્હિકલ નંબર રિટેન્શન પોલિસી અમલમાં મૂકવાનો નિર્ણય થયો છે. જેમાં વાહનમાલિક બે વખત તેઓના વાહનનંબર રિટેન કરી શકશે.
વાહનોના નંબર રિટેન કરવાનો ચાર્જ રૂપિયામાં…
ટૂ વ્હીલરમાં ગોલ્ડન નંબરનો ચાર્જ- 8000 રૂપિયા.
ટૂ વ્હીલરમાં સિલ્વર નંબરનો ચાર્જ 3,500 રૂપિયા.
ટુ વ્હીલરમાં અન્ય નંબરનો ચાર્જ- 2,000 રૂપિયા.
અન્ય વાહનોમાં ગોલ્ડન નંબરનો ચાર્જ- 40,000 રૂપિયા.
અન્ય વાહનોમાં સિલ્વર નંબરનો ચાર્જ- 15,000 રૂપિયા.
અન્ય વાહનોમાં અન્ય નંબરનો ચાર્જ 8,000 રૂપિયા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.