કૃષ્ણાએ હાલમાં મામા સાથેના વિવાદ પર કહી આ વાત,ગોવિંદાએ તો ઘણી વખતે પોતાનો ગુસ્સો જાહેર કર્યો છે

મીડિયામાં નિવેદનો આપવાથી લઈને તમામ વસ્તુ વાતચીત બંધ થવા સુધી આ સંબંધમાં ઘણાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યાં છે. ગોવિંદાએ તો ઘણી વખતે પોતાનો ગુસ્સો જાહેર કર્યો છે. તો હવે કૃષ્ણાએ મૌન તોડ્યું અને આ મુદ્દા પર વિસ્તારથી વાત કરી.

એક ન્યૂઝ પોર્ટલને આપેલાં ઈન્ટરવ્યૂમાં કૃષ્ણા અભિષેકે સ્વીકાર્યું કે કે ગોવિંદા સાથે તેના સંબંધો સારા નથી ચાલી રહ્યાં. તે કહે છે કે, મેં તો મારા મામાને લઈને ઘણી વખત વાત કરી છે. ઘણી વખત હું કંઈક કહું છું પરંતુ અધૂરું દેખાડવામાં આવે છે.

મને બહુ જ ખરાબ લાગે છે. જે વસ્તુ મારા દિલની નજીક હોય છે હું તે વાતને મારા નજીકના લોકો સુધી પહોંચાડી શકતો નથી. માત્ર ગેરસમજ રહે છે.

એક ઈન્ટરવ્યૂમાં ગોવિંદાએ કહ્યું હતું કે, મને નથી ખબર કે તેનાથી આવું કોણ કરાવી રહ્યો છે, કૃષ્ણા એક સારો છોકરો છે. તે મજાક ઉડાવવાની સાથે પબ્લિકમાં મારી ઈમેજ પણ ખરાબ કરી રહ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.