બોલિવૂડ એક્ટર ગોવિંદાનું કહેવું છે કે કોઈ તેના ભાણીયા કૃષ્ણા અભિષેકને તેના વિરૂદ્ધ ભડકાવી રહ્યું છે. ગોવિંદા અને કૃષ્ણા વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બંને કપિલ શર્મા શોમાં સાથે દેખાવા પર પણ ના પાડી ચૂક્યા છે.
ગોવિંદાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, કૃષ્ણાને સારો વ્યક્તિ છે. જેને કોઈ ખોટો રસ્તો દેખાડી રહ્યો છે. ગોવિંદાને એવું પણ લાગે છે કે, તેને કૃષ્ણાના કરિયરને સપોર્ટ કરવાની સજા મળી રહી છે.
ગોવિંદાએ કહ્યું કે, ‘મને નથી ખબર કે આ બધું તેની પાસે કોણકરાવી રહ્યું છે. તે સારો વ્યક્તિ છે. આ બધું કરાવીને કોઇ ફક્ત મજા લઇ રહ્યું છે પણ તેનાથી મારી ઈમેજ ખરાબ થઇ રહી છે. જે પણ તેની પાછળ છે તે ઇચ્છે છે કે અમારા વચ્ચે કંઇ સારુ ન થાય. તેણે આગળ કહ્યું- જુઓ, હું પણ નેપોટિઝ્મનો વિક્ટિમ રહ્યો છું. આ એ સમય હતો જ્યારે મને કામ મળવાનું બંધ થઈ ગયું હતું.
ગયા વર્ષે ગોવિંદાએ કૃષ્ણા સાથે જોડાયેલા વિવાદ પર કહ્યું હતું કે, આ વિશે તેને પબ્લિકમાં વાત કરવી પસંદ નથી. સાથે જ ગોવિંદાએ કહ્યું હતું કે, તેણે સાંભળ્યું છે કે, એક શોમાં તે આવવાનો છે એટલે કૃષ્ણા ત્યાં પર્ફોમ નહીં કરે. આ સાથે જ ગોવિંદાનું કહેવું છે કે, કૃષ્ણા અને તેની પત્ની કશ્મીરાએ સોશિયલ મીડિયા પર તેના વિરૂદ્ધ ઘણું બધું કહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.