ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ફરી વાર ખેડૂત આંદોલનના એંધાણ આપ્યા છે. તેઓએ જણાવ્યું કે, ખેડૂતો આંદોલન માટે એક વાર ફરીથી તૈયાર રહે. વધુમાં જણાવ્યું કે, ‘સરકારે એમએસપી પર ગેરંટી કાયદા સહિત અન્ય મુદ્દાઓ પર કરેલો વાયદો તોડ્યો છે.અને એટલાં માટે દેશભરના ખેડૂતોએ ભેગાં થઈને ફરીથી આંદોલન કરવું પડશે.’
એક ખાનગી ન્યૂઝ અખબારના રિપોર્ટ અનુસાર, તમને જણાવી દઇએ કે, ટિકૈતે જણાવ્યું છે કે, હજુ સુધી અમે આંદોલનની કોઈ જ તારીખ નક્કી નથી કરી પરંતુ અમે ખૂબ જ જલ્દીથી તેને શરૂ કરવા માટે પૂરી રીતે તૈયાર છીએ.અને ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પરત ખેંચવા સાથે ખેડૂતોએ સરકાર પાસે મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP) ના કાયદા સહિત અનેક માંગણીઓ કરી હતી. ત્યારે તાજેતરમાં પૂરી થયેલી વિધાનસભાની ચૂંટણી બાદ સરકાર બધું ભૂલી ગઈ છે પરંતુ ખેડૂતો પોતાને આપેલા વચનો નથી ભૂલ્યા. વ્યાજબી ભાવે વીજળી, સિંચાઈ અને પાક માટે એમએસપી જેવાં મુદ્દાઓ પર સરકાર દ્વારા હજુ સુધી કંઈ જ નથી કરવામાં આવ્યું.
બીજી બાજુ મુઝફ્ફરનગરમાં મહાવીર ચોક સ્થિત કાર્યાલય પર કાર્યકર્તાઓની બેઠકમાં કિસાન યુનિયનના પ્રદેશ અધ્યક્ષ રાજવીર સિંહ જાદૌનએ જણાવ્યું છે કે, ‘કાર્યકરો ભેગાં થઈ જાવ.અને સરકાર વિરુદ્ધ ફરીથી લાંબો સંઘર્ષ કરવો પડશે.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.