કોરોનાના કેર વચ્ચે લૉકડાઉનના 50થી વધારે દિવસો વીતી ગયા છે. હાલ રાજ્યમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે એક શહેરીજનો સાથે આખા ગુજરાતના લોકોને આનંદ થાય તેવા એક સમાચાર મળી રહ્યા છે. હાલ રાજ્ય સહિત સમગ્ર દેશમાં લોકડાઉનના કારણે પ્રદૂષણ ઘટ્યું છે. આ અંગેનો રિપોર્ટ GPCB દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. GPCB દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યુું છે કે અમદાવાદમાં વહેતી સાબરમતી સહીત 20 જેટલી નદીઓનું પાણી અમુક સ્થળોએ પીવાલાયકની કેટેગરીમાં આવી ગયું છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો આ રિપોર્ટ માટે બોર્ડ દ્વારા ગત જાન્યુઆરી-માર્ચના સરેરાશ આંકડાઓ સામે એપ્રિલના આંકડાઓની સરખામણી કરી છે. જેને આધારે લૉકડાઉન અગાઉ અને લૉકડાઉન દરમિયાન થયેલા ફેરફાર નોંધ્યા છે. GPCB દ્વારા સાબરમતી નદીના વિવિધ 8 સ્થળેથી પાણીના નમૂના લેવાયા હતા. રિપોર્ટ મુજબ સાબરમતીના પાણીની ગુણવત્તા સુધરી છે.
જો કે ખારીકટ કેનાલ અને ખારી નદીમાં ખાસ સુધારો જોવા મળ્યો નથી. નર્મદા નદીની સ્થિતિ લૉકડાઉન અગાઉ સારી હતી અને અત્યારે પણ સારી છે. મહી નદીમાં પણ અગાઉ જેમ સારી સ્થિતિ છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આસોદ પાસે પાણી પીવાલાયક છે. અંકલેશ્વર પાસે આમલાખાડીમા લોકડાઉનની પહેલાં ની સ્થિતિ કરતાં અત્યારે સ્થિતિ નબળી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.