સુરત સહિત સમગ્ર રાજ્યમાં આજે પોલીસ ઇન્સ્પેક્ટર ક્લાસ-૨ માટેની gpsc દ્વારા પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેમાં સુરત ખાતે આવેલા કેન્દ્રોમાં માત્ર ૪૫ ટકા હાજરી સાથે પરીક્ષા પુર્ણ થઈ હતી. જીપીએસસી દ્વારા આજે સમગ્ર રાજ્યમાં પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ-૨ માટેની પરીક્ષાનું આયોજન કરાયું હતું.
આ પૈકી આજે માત્ર ૩૮૭૭ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ૪૭૨૧ વિદ્યાર્થીઓ કોરોના કે વિવિધ કારણોસર હાજર રહી શક્યા નહોતા. એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા માટે માત્ર ૪૫ ટકા હાજરી જ રહી હતી. સવારથી સમગ્ર તંત્ર પરીક્ષાઓની તૈયારીમાં જોતરાયું હતું. પરંતુ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.