ગ્રેજ્યુઈટી અને પીએફ વધશે,કામ કરવાના કલાક અને સેલેરીના નિયમોમાં ફેરફાર થશે

કેન્દ્ર સરકારની તરફથી આ ફેરફારને લાવવા માટે વિધેયકના નિયમો પર પણ ચર્ચા ચાલી રહી છે. તેને લાગૂ કરવાને માટે પણ વિચાર ચાલી રહ્યો છે. ગયા વર્ષે સંસદમાં પાસ કરાયેલા 3 Code on Wages Billની જેમ આ ફેરફાર થઈ શકે છે.

  • કેન્દ્ર સરકારનો દાવો છે કે વેતનમાં કરાયેલા આ ફેરફારથી નિયોક્તા અને શ્રમિક બંનેને ફાયદો થશે.
  • નવા નિયમ અનુસાર તમે પીએફમાં એક તરફ વધારો મેળવશો તો અન્ય તરફ ટેક હોમ સેલેરી ઘટી જશે.
  • કામ કરવાના કલાકોને વધારીને 12 કલાક કરવાની રજૂઆત કરાઈ છે. આ સિવાય 15થી 30 મિનિટ સુધી એકસ્ટ્રા કામ કરવા માટે પણ ઓવરટાઈમને સામેલ કરવાની વિચારણા છે.
  • પીએફ રાશિ વધવાથી રિટાયરમેન્ટની રકમમાં પણ વધારો થશે. રિટાયરમેન્ટ બાદ લોકોને આ રાશિથી મદદ મળશે.
  • પીએફ અને ગ્રેજ્યુઈટી વધવાથી કંપનીના ખર્ચમાં વધારો થશે કેમકે તેમને પણ કર્મચારીઓને માટે પીએફમાં વધારે યોગદાન આપવાનું રહેશે
  • હાલમાં તમે 30 મિનિટથી પણ ઓછા સમય માટે એક્સ્ટ્રા કામ કરો છો તો તેને ઓવર ટાઈમ ગણાતો નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.