Grahan 2024: ગ્રહણની છાયામાં ઉજવાશે હોળી, સૂર્ય અને રાહુની યુતિનો આ 5 રાશિઓ પર પડશે અશુભ પ્રભાવ, થશે આર્થિક નુકસાન

Chandra Grahan on Holi 2024 : આ વર્ષે હોળીના તહેવાર પર ચંદ્ર ગ્રહણની છાયા જોવા મળી રહી છે, સાથે જ સૂર્ય અને રાહુની યુતિ, પાંચ રાશિના જાતકોને કષ્ટ આપી શકે છે. આ રાશિઓ કઇ છે ચાલો જાણીએ.

Chandra Grahan on Holi 2024 : સનાતન ધર્મમાં હોળીનો તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ફાગણ માસની પૂર્ણિમા તિથિ પર ઉજવાતો આ પર્વ લોકોના જીવનમાં ખુશીઓના રંગ ભરી દે છે. પરંતુ આ વખતે હોળી પર ચંદ્ર ગ્રહણ લાગી રહ્યું છે. જો કે ઉપચ્છાયા હોવાના કારણે ભારતમાં આ ગ્રહણ માન્ય નહીં હોય. આ ઉપરાંત હોળી પર સૂર્ય રાહુની યુતિથી પણ નકારાત્મક પ્રભાવ જોવા મળશે. કેવો હશે તેનો પ્રભાવ અને કઇ રાશિના જાતકોને પ્રભાવિત કરશે, તે જાણીએ ભોપાલ નિવાસી જ્યોતિષી તથા વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસેથી.

હિન્દુ પંચાંગ મુજબ, હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિની રાતે આરંભ થાય છે. આ સમય દરમિયાન હોલિકા દહન કરવામાં આવે છે અને બીજા દિવસે રંગોથી ધૂળેટી રમવામાં આવે છે. આ વર્ષે, હોલિકા દહન 24 માર્ચ 2024 ના રોજ કરવામાં આવશે, અને ધૂળેટી 25 માર્ચે રમવામાં આવશે. વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ધૂળેટીના એ જ દિવસે એટલે કે 25મી માર્ચે થઈ રહ્યું છે. જે ભારતીય સમય અનુસાર સવારે 10:23 થી શરૂ થશે અને બપોરે 3:02 વાગ્યે સમાપ્ત થશે. જોકે, ઉપચ્છાયાના કારણે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. જેના કારણે અહીં સુતક કાળ માન્ય રહેશે નહીં.

સૂર્ય, રાહુ અને ચંદ્રની યુતિ

18મી માર્ચે શનિદેવ ઉદય થવા જઇ રહ્યાં છે. આ સમય દરમિયાન, સૂર્ય કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પાપી ગ્રહ રાહુ પહેલેથી જ બિરાજમાન છે. સૂર્ય, રાહુ અને ચંદ્રની આ યુતિ ચંદ્રગ્રહણનું નિર્માણ કરે છે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણને અશુભ માનવામાં આવે છે. ગ્રહોની આ સ્થિતિનો નકારાત્મક પ્રભાવ ઘણી રાશિના લોકો પર જોવા મળશે

કઈ રાશિઓ પર જોવા મળશે પ્રભાવ?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોનો નકારાત્મક પ્રભાવ રાશિચક્રની પાંચ રાશિઓ પર જોવા મળશે. આ રાશિઓ કન્યા, તુલા, ધનુ, કુંભ અને મકર છે. આ રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન આર્થિક સંકટનો સામનો કરવો પડશે. ઉપરાંત, તેમના ઘણા કાર્યોમાં અવરોધ આવી શકે છે. નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયગાળા દરમિયાન, આ રાશિના લોકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડશે. તમારે આર્થિક તંગીનો પણ સામનો કરવો પડી શકે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.