ગ્રાહકો રેસ્ટોરન્ટો અને હોટલોના રસોડામાં પ્રવેશી શકશે, ગુજરાત સરકારનો નવો કાયદો

બહાર જમવા માટે જતા લોકો હવે હોટલ કે રેસ્ટોરન્ટના કિચનમાં ડોકિયુ કરીને ભોજન કેવી રીતે બને છે તે ચેક કરી શકશે.

ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટે રાજ્યોના તમામ શહેરોના કોર્પોરેશનોને એક પરિપત્ર પાઠવીને આદેશ આપ્યો છે કે, દરેક કોર્પોરેશનના આરોગ્ય વિભાગે પોતાના શહેરની હોટલો, રેસ્ટોરન્ટ, કેન્ટીન એમ તમામ જગ્યાએ તપાસ કરીને રસોડાની બહાર લગાડવામાં આવતા no admission, wihtout permission અથવા તો admission only with permission જેવા બોર્ડ લગાડ્યા હોય તો તે હટાવી લેવડાવવાના રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.