બેન્ક તરફથી ગ્રાહકોને,આપી રહી છે,સસ્તામાં લોનની સુવિધા

દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBI (State Bank Of India) 44 કરોડ ગ્રાહકોને તહેવાર પર ખાસ ભેટ આપી છે. બેન્ક તરફથી ગ્રાહકોને સસ્તામાં લોનની સુવિધા આપી રહી છે.

બેંકે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે.

બેંકે ટ્વીટમાં લખ્યું છે કે એસબીઆઈ તમારી ઋણ આવશ્યકતાને પુરી કરવા અહીં છે, જેથી તમે જીવનના દરેક પડાવ પર આનંદ લઇ શકો છો. એ ઉપરાંત આવેદન કરવા માટે આ લિંક https://sbiyono.sbi પર વિઝીટ કરી શકો છો.

  • હોમ લોન – 6.70%
  • કાર લોન – 7.50%
  • ગોલ્ડ લોન – 7.50%
  • ઓવરસીઝ એજ્યુકેશન લોન – 9.30%
  • પ્રી-એપ્રુવલ લોન – 9.60%

SBI હાલ માત્ર 6.70 ટકાના દરે લોન આપી રહી છે

SBI હાલ 7.50 ટકાના વ્યાજ દરના આધારે લોન આપી રહી છે.

જો તમે વિદેશમાં ભણવાનું વિચારી રહ્યા છો અને લોન લેવા માંગો છો તો તમને તેના પર 9.30 ટકા વ્યાજ દરના હિસાબે EMI લેવામાં આવે છે.

પ્રિ એપ્રુવલ પર્શનલ લોનમાં, તમારે 9.60 ના વ્યાજ દર અનુસાર વ્યાજ ચૂકવવાનું રહેશે.

SBI દ્વારા 7.50 ના દરે ગોલ્ડ લોન આપવામાં આવી રહી છે. 50 લાખ રૂપિયા સુધીની લોન સોનું ગિરવે મૂકીને બેંકમાંથી લઈ શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.