રાજ્યમાં 36 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ સહિતના જે પ્રતિબંધ લાગ્યા છે તે બધા હવે 18 મે સુધી લાગુ રહેશે ત્યારે આજે ફરી CM રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક થવા જઈ રહી છે.
આ સાથે જ કોરોના વાયરસ સામે લડવા માટે વેક્સિનેશન પર પણ ચર્ચા સંભવ છે. બીજી તરફ કોરોનાની બીજી લહેરથી બોધપાઠ લઈને સરકારે ત્રીજી લહેર માટે શું તૈયારી કરવી તે મુદ્દે પણ ચર્ચા બાદ કોઈ નિર્ણય લેવાઈ શકે છે.
આ સિવાય રાજ્યમાં ચોમાસાને લઈને પ્રિ-મોન્સુન કામગીરીની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવશે તથા હાલમાં જ ખાતરના વધેલા ભાવ પર પણ રાજ્યની સરકાર મહામંથન કરશે.
ગુજરાતની 8 મનપા સહિતના 36 શહેરોમાં કર્ફ્યૂનો સમય યથાવત રખાયો છે. આગામી 18 મે સુધી રાજ્યના 36 શહેરોમાં કર્ફ્યૂ યથાવત રહેશે. રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આ શહેરોમાં કર્ફ્યૂ લંબાવવામાં આવ્યું છે. કોર કમિટીની આ બેઠકમાં ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે અન્ય જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે મુજબ આ ૩૬ શહેરોમાં તા.૧૨ મે-ર૦ર૧ થી તા. ૧૮ મે-ર૦ર૧ સુધીના સમયગાળા દરમિયાન આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ જ ચાલુ રાખવાના રાજ્ય સરકારે આદેશો કર્યા છે. COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.