ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવિટી રેટમાં વધારો,મે મહિનામાં ગ્રામ્ય વિસ્તારમાં વધુ સંક્રમણ ફેલાયું

ગુજરાતમાં પણ એપ્રિલ મહિનામાં 14 હજારથી પણ વધારે કેસ સામે આવ્યા હતા, જોકે મે મહિનાથી કેસમાં ધીમે ધીમે ઘટાડો સામે આવી રહ્યો છે. રાજ્યમાં ઘટતા કેસ વચ્ચે દાવા કરવામાં આવી રહ્યા છે કે ગુજરાતને બીજી લહેરમાંથી રાહત મળી રહી છે પરંતુ આજે પણ ગુજરાતના ગામડાઓમાં પોઝિટીવીટી રેટ ખૂબ જ ચિંતાજનક છે.

ગ્રામીણ ઇલાકાઓમાં સુવિધાના અભાવે લોકોએ વધારે પરેશાન થવાનો વારો આવ્યો છે ત્યારે હાલમાં ગુજરાતના શહેરોમાં દૈનિક કેસ ઘટી રહ્યા છે પરંતુ જૂનાગઢ, વડોદરા, રાજકોટ, ગીર સોમનાથ, મહીસાગર જેવા જિલ્લામાં પોઝિટીવીટી રેટ આજે પણ ખૂબ જ વધારે છે જે ચિંતાજનક છે.

પંચમહાલ જિલ્લામાં 20% પોઝિટીવીટી રેટ છે જેનો અર્થ થાય છે કે પંચમહાલમાં 100 કોરોના ટેસ્ટ કરવામાં આવે તો તેમાંથી 20 લોકો પોઝિટિવ નીકળે છે. આજ રીતે જુદા જુદા જિલ્લાઓમાં 15%ની આસપાસ પોઝિટીવીટી રેટ જોવા મળી રહ્યો છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.