કોરોના વાયરસને દૂર કરવા માટે ગામના લોકોએ બળિયાદેવની બાધા રાખી હતી. એવામાં સાણંદના નિધરાડ અને નવાપુરા ગામના લોકોએ બળિયાદેવની બાધા માટે જળયાત્રા કાઢી હતી.
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આસ્થાના નામે કોરોના વાયરસના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે.
પૂજા વિધિમાં સોશ્યલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યો હતો અને સામાજિક અંતરનું પણ ભંગ કરવામાં આવ્યો હતો. ગામના લોકોએ માસ્ક પણ પહેર્યું હતું નહીં.
અમદાવાદના ગ્રામ્યના DYSPએ આપેલ જાણકારી અનુસાર કોરોના વાયરસના નિયમોનો ભંગ બદલ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
દરરોજ હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે તથા લાખોની સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. દેશભરમાં ઑક્સીજનથી લઈને બેડની અછત ઊભી થઈ ગઈ છે, અને દર્દીઓ સુવિધાના અભાવે મોતને ભેટી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.