ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બાળકોમાંથી 35% બાળકો પાસે સ્માર્ટ ફોન ન હોવાથી, કોરોના મહામારી વચ્ચે, શિક્ષણથી વંચિત રહેવાનો વારો આવ્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કરવામાં આવેલા સરવે એક મોટો ખુલાસો થયો છે કે, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બાળકોમાંથી 35% બાળકો પાસે સ્માર્ટ ફોન નથી. તેથી કોરોનાની મહામારી વચ્ચે તેમના શિક્ષણથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત આ સર્વેમાં એવી પણ વિગત સામે આવી રહી છે કે, વિદ્યાર્થીઓ વાલીઓ સાથે ખેતીની પ્રવૃત્તિઓમાં જોતરાઈ રહ્યા છે અને 45% બાળકોએ જ શિક્ષણ મેળવ્યું છે. આ ઉપરાંત જેમની પાસે સ્માર્ટફોન છે તેમાંથી પણ 85% વિદ્યાર્થીઓને ઈન્ટરનેટ કનેક્ટીવીટી અને રીચાર્જમાં મુશ્કેલી પડી રહી છે.

આ બાબતે તમામ સમસ્યાઓ જાણવા માટે અમારા દ્વારા એક ટેલીફોનીક સરવે કરવામાં આવ્યો હતો. આ સરવેમાં સૌથી મોટી વાત એ સામે આવી છે કે, એક પરિવારના બેથી ત્રણ બાળકો હોય છે અને તમામ બાળકોનો ઓનલાઈન અભ્યાસ એક સાથે શરૂ થયો હોવાથી તમામને મોબાઈલ આપી શકાતો નથી. આ ઉપરાંત જેમની પાસે મોબાઈલ છે તેમાંથી જે બાળકો માધ્યમિક અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે તેઓ મોબાઈલમાં ગેમ વધારે રમે છે અને ભણે છે ઓછું.

કેટલાક વિદ્યાર્થીઓ ઘરે નેટવર્ક બરાબર ન આવતું હોવાના કારણે તો અગાસી પર અથવા તો વાડીએ જઈને ભણવા મજબૂર બન્યા છે. જો બાળક ત્રણથી ચાર કલાક મોબાઈલ લઇને ઘરની બહાર નીકળે તો વાલીઓ એક જ સવાલ કરે છે કે, તમે મોબાઈલ લઈને જાવ છો ક્યા? ગ્રામ્ય વિસ્તારમાં બાળકો ખૂબ મુશ્કેલી અનુભવે તે સરવેમાં સામે આવ્યું છે.

આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં લોકોને મજૂરો ન મળતા હોવાના કરતા વાલીઓ પોતાના સંતાનોને કહે છે કે, ભણતર કામ નહીં આવે ખેતી કામ કરશો તો કામ આવશે. આ વાત કહીને વાલી બાળકને ખેતરે લઇ જાય છે. એટલે બાળકોને ભણતર પડતું મૂકવું પડે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.