દિલ્હી પોલીસને ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા મળી છે. તેમણે બે અલગ ઓપરેશનમાં ૯ કિલોગ્રામ ડ્રગ્સ સાથે મણિપુરની મહિલા સહિત ૬ વ્યકિતઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે કુલ રૂપિયા ૨૪ કરોડનું ડ્રગ્સ ઝડપી પાડયું છે અને આ સાથે જ દિલ્હી પોલીસે નશા મુક્ત ભારત અભિયાન હેઠળ ઝડપેલા રૂપિયા ૧,૫૦૦ કરોડના ૨,૮૦૦ કિલોગ્રામ ડ્રગ્સનો દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાની હાજરીમાં નાશ કર્યો છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર, દિલ્હી પોલીસને નશા વિરોધી અભિયાનમાં મોટી સફળતા મળી છે. મણિપુરથી હેરોઈન અને ઓપિયમ મોટી માત્રામાં દિલ્હી-એનસીઆરમાં ઠલવાતુ હોવાની માહિતી મળતા દિલ્હી પોલીસે ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં મણિપુરની મહિલા સહિત ૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પહેલા દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે ડ્રગ્સ વિરોધી ઓપરેશન પાર પાડયું છે અને તેમણે ઉત્તર પ્રદેશ અને મણિપુરથી આરોપીઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. તેમની પાસેથી કુલ ૯ કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે.
આ સાથે જ બુધવારે નશા મુક્ત ભારત અભિયાન હેઠળ દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સકસેના અને પોલીસ કમિશનર સંજય અરોરાની હાજરીમાં ૨૩૭૨ કિલો ગાંજા, ૨૬ કિલો ચરસ, ૨૦૪ ગ્રામ કોકેઈન, ૨૧૩ કિલો હેરોઈન અને સ્મેક, ૨૩૮ કિલો સાઈકોટ્રોપિક સબસ્ટન્સ તેમજ એડ્ડિસો કેએનની ૩૨ ટેબલેટનો નાશ કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.