ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી છે. ત્યારે યોગી આદિત્યનાથ આજે દિલ્હીની મુલાકાતે છે. તેઓ પીએમ મોદી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જે.પી.નડ્ડા અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સાથે મુલાકાત કરશે. યોગી દિલ્હી દરમ્યાન યુપી સરકારની રૂપરેખા અંગે પીએમ મોદીને માહિતી આપશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુપીમાં ભાજપ ચાર નાયબ મુખ્યપ્રધાન બનાવી શકે છે. ભાજપની જીત બાદ યુપીમાં હોળી પછી યોજાશે શપથગ્રહણ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.