કેનેડિયન ગાયિકા ગ્રિમ્સે પોતાની આખી પીઠ પર એલિયને હુમલો કરીને જખ્મી કરી હોય તેવા નિશાનનુ ટેટુ બનાવડાવ્યુ છે.
ગ્રિમ્સે કહ્યું કે તેની પાસે આનાથી સારી તસવીર નથી તે ખુબ પીડાદાયક છે. આટલુ જ નહી તેણે આ ટેટુને એલિયાનના જખ્મોવાળુ નિશાનને ખુબસુરત પણ ગણાવ્યું છે.
ગ્રિમ્સ પણ પોતાના બોયફ્રેન્ડની જેમ મંગળ પર વસી જવાના સપના જોવે છે. તેણે ઇન્સ્ટા પર એક પોસ્ટમાં લખ્યુ હતુ કે તે મંગળ ગ્રહ પર મરવા તૈયાર છે. ગ્રિમ્સનું આવુ નિવેદન તેવા સમય પર આવ્યુ હતુ જ્યારે એલન મસ્ક મંગળ ગ્રહ પર જવા પોતાના સ્ટારશિપ રોકેટનું પરિક્ષણ કરી રહ્યો હતો.
આ પહેલા એક સવાલ જવાબમાં ગ્રિમ્સે લખ્યુ હતુ કે તે 50 વર્ષની ઉંમરમાં મંગળ ગ્રહ પર જવા માગે છે. જેનાથી તે લાલ ગ્રહ પર માણસોનું ઘર બનાવવામાં મદદ કરી શકે. આ નિવેદન પણ ત્યારે આવ્યુ હતુ જ્યારે એલન મસ્કે કહ્યું હતુ કે તે ત્રીજા વિશ્વયુદ્ધ પહેલા મંગળ પર માણસોની સૃષ્ટિ વસાવી લેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.