કેન્દ્ર સરકારનુ માનવુ છે કે, લારીઓ વાળા અને અનાજ-કરિયાણાની દુકાનમાં કામ કરનારાઓ થકી કોરોના ફેલાવાનો ખતરો સૌથી વધારે છે.તેમના થકી મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ શકે છે.
કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખીને સલાહ આપી છે કે, આવા લોકોનુ ટેસ્ટિંગ મોટી સંખ્યામાં અને ઝડપથી કરવામાં આવે જેથી સંક્રમણને રોકી શકાય.
પત્રમાં સરકારે લખ્યુ છે કે, સ્લમ, જેલ અને વૃધ્ધાશ્રમો પણ કોરોનાના હોટ સ્પોટ બની શકે છે.આ સિવાય ગ્રોસરીની દુકાનો અને લારીઓ વાળા થકી કોરોના ફેલાવાની શક્યતા વધારે છે.આવા લોકોનુ ટેસ્ટિંગ વધારે થવુ જોઈએ.
મંત્રાલયે પત્રમાં કહ્યુ છે કે, ઓક્સિજન સુવિધા અને ક્વિક રિસ્પોન્સ એમ્બ્યુલન્સ સર્વિસની પણ જરુર છે.કેટલાક રાજ્યોમાં દર્દીઓને એમ્બ્યુલન્સ ઉપલબ્ધ નહીં થઈ રહી હોવાની ફરિયાદો છે.ભારતે બીજા ઘણા દેશો કરતા સારુ કામ કર્યુ છે.જોકે હવે આપણુ લક્ષ્યાંક કોરોનાથી થતા મૃત્યુદરને ઘટાડીને 1 ટકા કરવાનુ છે.આ માટે આક્રમક ટેસ્ટિંગ તેમજ દર્દીને સમય સર યોગ્ય તબીબી સારવાર મળે તે નિશ્ચિત કરવુ પડશે.
પત્રમાં કહેવાયુ છે કે, પોઝિટિવ કેસ ખબર પડ્યા બાદ કોન્ટેક્ટ ટ્રેસિંગ તરત શરુ થવુ જોઈએ.72 કલાકમાં ઓછામાં ઓછા 80 કોન્ટેક્ટની તો જાણકારી મેળવવી જોઈએ.સરેરાશ એક વ્યક્તિ 30 વ્યકિતોના કોન્ટેકમાં આવતો હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.