ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હટાવવા વડોદરામાં ગ્રુપ થયું સક્રિય હેલ્પલાઇન નંબર જાહેર જાણો સમગ્ર ઘટના વિગતવાર..

ગુજરાતમાં દારૂબંધી હઠાવવા એક ગ્રુપ સક્રિય થયું છે અને પ્રાયોગિક ધોરણે વડોદરા માટે શરૂ કરાયેલી આ હેલ્પ લાઇન આગામી દિવસોમાં રાજ્યભરમાં શરૂ થશે.અને આ ગ્રુપના સભ્યો હેલ્પ લાઈન ઉપર ફોન કરનારને મદદ કરશે. આ હેલ્પ લાઇન નંબર 9898333311 ચોવીસ કલાક કાર્યરત રહેશે.

દારૂબંધી મુક્ત ગુજરાત માટે લડત ચલાવતા ગ્રુપ દ્વારા શરૂ કરાયેલી હેલ્પ લાઈન નંબર ઉપર લોકો ગ્રુપમાં જોડાવાની ઈચ્છા વ્યકત કરી રહ્યા છે.અને રાજ્યના વલસાડ- વાપીથી માંડીને કચ્છ તેમજ સૌરાષ્ટ્રના જામનગર અને મોરબીથી પણ લોકોએ કોલ કરી આ ગ્રૂપમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

હાલ ગ્રુપના સભ્યોની સંખ્યા 33 હજાર ઉપર પહોંચી હોવાનુ ઝુંબેશ શરૂ કરનાર રાજીવ પટેલે એક અગ્રીમ મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ.તેઓએ કહ્યું કે દારૂબંધી મુક્ત ગુજરાત માટે લડત ચલાવતા ગ્રુપ દ્વારા શરૂ કરાયેલી લાઈન નંબર ઉપર એક જ દિવસ માં 1 હજારથી વધુ કોલ આવ્યા હતા અને જે પૈકી મોટે ભાગનાએ ગ્રુપમાં જોડાવાની ઈચ્છા વ્યકત કરી હતી. અને હવે ગ્રુપના સભ્યોની સંખ્યા 33 હજારે પહોંચી હોવાનુ ઝુંબેશ શરૂ કરનાર રાજીવ પટેલે જણાવ્યું છે.

આ ગ્રુપનું માનવુ છે કે ગુજરાતમાં દારૂબંધીના કારણે રાજ્ય સરકારને આબકારી વેરાની કરોડોની ખોટ જાય છે જ્યારે અનેક લોકો ભેળસેળવાળો દારૂ પીને બીમાર પડી રહયા છે, દારૂબંધીથી પર્યટન-હોટેલ ઉદ્યોગને કરોડોનું નુકસાન છે. દારૂબંધીથી અબજોનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. પ્રોહિબિશન ફ્રી ગુજરાતની હાઇકોર્ટમાં પણ લડત ચલાવતા રાજીવ પટેલે ઉમેર્યું છે કે, બંધારણે નાગરિકને આપેલા હક્કોનું હનન થઈ રહ્યું છે.

પીધેલા પછી પકડાયેલા પાસેથી પોલીસ મોટી રકમ પડાવી લેતી હોય છે. આવા સમયે હવે આ ગ્રૂપ દારૂ પીનારાઓની મદદે આવશે. હેલ્પ લાઈન પર સવારના 7 વાગ્યાથી સતત કોલ આવ્યા હતા. આખા દિવસમાં 1 હજાર જેટલા ફોન આવ્યા હતા અને દરેકે ગ્રૂપમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સભ્યોની સંખ્યા વધી 33 હજારે પહોંચી છે.અને ગ્રૂપ દ્વારા ધારાશાસ્ત્રીઓની ટીમ તૈયાર કરાઈ છે. આગામી દિવસોમાં રાજ્યના દરેક શહેરોમાં હેલ્પ લાઈન કાર્યરત કરાશે તેમ તેઓએ ઉમેર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.