વસ્ત્રાલની માધવ વિદ્યા વિહાર સ્કૂલમાં કોંગ્રેસના ઉમેદવાર આશિષ પટેલે EVM સામે વાંધો ઉઠાવ્યો, ગરબડીની શંકા વ્યકત કરી
વસ્ત્રાલમાં માધવ વિધા વિહાર ખાતે પરિવાર સાથે પ્રદીપસિંહ મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે 25 વર્ષથી અમદાવાદ કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે અને અમદાવાદને ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવવાનું છે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મહાપાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા અમદાવાદ આવશે
અમદાવાદ, વડોદરા, રાજકોટ અને જામનગરમાં 9% જ્યારે ભાવનગર અને સુરતમાં 8 ટકા મતદાન
અમદાવાદ મહાપાલિકાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે શાહપુર મીલ કમ્પાઉન્ડ સ્થિત વિશ્વભારતી સ્કૂલમાં મતદાન કર્યું હતું.
લોકશાહીનું પર્વ ઉજવવા મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો, પૂર્વ વિસ્તારમાં મતદારો મોટી સંખ્યામાં મતદાન માટે પહોંચ્યા, વસ્ત્રાલમાં મતદાન માટે લાગી લાઈન
મહેસૂલ મંત્રી કૌશિક પટેલે થલતેજની યુટોપિયા શાળામાં કર્યુ મતદાન
અમદાવાદમાં02%, સુરતમાં 03%, વડોદરામાં 1.5%, રાજકોટમાં 02%, ભાવનગમાં 1.5%, જામનગરમાં 01% મતદાન થયું
અમદાવાદમાં સાંસદ કિરીટ સોલંકીએ કર્યુ મતદાન : ભાજપના વિજયનો કર્યો વિશ્વાસ વ્યકત કરતાં કહ્યું AAP અને AIMIMથી ભાજપને નહીં પડે ફેર
પૂર્વ વિસ્તારમાં જામ્યો મતદાનનો માહોલ, મતદારો કોવિડ ગાઈડલાઈન મુજબ કરી રહ્યા છે મતદાન, મતદાન મથકો પર લાગી કતાર
અમદાવાદ મહાપાલિકાની ચૂંટણી માટે મતદાનની વચ્ચે વહેલી સવારથી જ નેતાઓ પહોંચ્યા મતદાન કરવા સામે આવી રહ્યા છે. રાકેશ શાહ અને જૈનિક વકીલે મતદાન કર્યું છે.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મતદાન કર્યા બાદ કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ આજે જામ્યો છે ત્યારે ઉર્જા મંત્રી સૌરભ પટેલે અમદાવાદમાં મતદાન કર્યું છે.
મતદાન શરૂ થતા પહેલા જ પહોંચી મતદારો ગયા હતા અને કોરોનાકાળ વચ્ચે પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગુજરાતની 6 મહાપાલિકાની આજે ચૂંટણી થઈ રહી છે જેમાં અમદાવાદના 48 વોર્ડ માટે 4 હજાર 550 મતદાન મથક ફાળવવામાં આવ્યા છે. અમદાવાદ મહાપાલિકામાં 23 લાખ 71 હજાર 60 પુરૂષ મતદાતા છે જ્યારે 21 લાખ 70 હજાર 141 સ્ત્રી મતદાતા છે.
અમદાવાદ મહાનગરપાલિકાનો ચિતાર
- રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકામાં આજે મતદાન
- અમદાવાદના 48 વોર્ડની 191 બેઠકો માટે શહેરીજનો કરશે મતદાન
- શહેરના 7 ઝોનના 48 વોર્ડમાં 773 ઉમેદવારોનું ભાવિ આજે EVMમાં થશે
- AAPના 165 અને 87 અપક્ષ ઉમેદવારો પણ ઉતર્યા છે જંગમાં
- સૌથ પ્રથમ વખત ઓવૈસીની પાર્ટી AIMIM પણ છે રણમેદાનમાં
- અમદાવાદ મનપામાં છે કુલ 45 લાખ 41 હજાર 346 મતદારો
- 28 હજાર 161 પોલીંગ સ્ટાફ અને 6 હજાર 300 પોલીસકર્મી ખડેપગે
- 17 DCP, 40 ACP, 134 PI, 392 PSI બંદોબસ્તમાં જોડાયા
- 5500થી વધુ હોમગાર્ડનાં જવાનો પણ અલગ અલગ વિસ્તારમાં તૈનાત
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.